આ શિયાળામાં તમે પણ ગીઝર ખરીદવાના છો ?? આ 3 બાબતોનું ધ્યાન રાખવાથી થશે આર્થિક ફાયદો
શિયાળાની ઋતુ નજીક આવતા જ સૌથી વધુ માંગ ગીઝરની હોય છે. કારણ કે શિયાળમાં ગરમ પાણીથી નાહવા જોઈએ. આવી સ્થિતિમાં ગીઝરની માંગ પણ વધવા લાગી છે. જો તમે પણ ગીઝર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેની મદદથી તમારા માટે એ સમજવું સરળ થઈ જશે કે કયું ગીઝર ખરીદવું જોઈએ ? જેથી ન તો તમારા ખિસ્સા પર વધારે બોજ પડે અને ન તો તમને પાછળથી પસ્તાવું પડે.
સ્ટાર રેટિંગ તપાસો
જો તમે ગીઝર ખરીદવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારે સ્ટાર રેટિંગ ચેક કરવું જોઈએ. કારણ કે તેની મદદથી તમારા માટે ઓછા પાવરનો વપરાશ કરતી પ્રોડક્ટ ખરીદવી સરળ બની જાય છે.
સ્ટાર રેટિંગ કેવી રીતે નક્કી કરીન શકાય ??
જો તમને ગીઝર ગમ્યું હોય, અને કંપની દ્વારા તેને વધુ સ્ટાર્સ આપવામાં આવ્યા હોય, તો તેનો અર્થ એ છે કે તમે તેનો ઉપયોગ કરતી વખતે વધુ વીજળી બચાવી શકશો. તેનાથી વિપરિત, જો ગીઝરને માત્ર એક કે બે સ્ટાર મળ્યા હોય, તો તે ઊર્જા કાર્યક્ષમ નહીં હોય. તેની સીધી અસર તમારા બિલ પર જોવા મળશે. જો તમારો પરિવાર મોટો છે, તો સ્ટાર્સનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. કારણ કે મોટું કુટુંબ એટલે વધુ વપરાશ અને ઓછા સ્ટાર એટલે ખિસ્સા પર ભારે બોજ.
પરિવારના સભ્યો અનુસાર કદ પસંદ કરો
ગીઝર અલગ-અલગ સાઈઝમાં આવે છે, જેને લોકો તેમની પસંદગી અને સુવિધા અનુસાર પસંદ કરી શકે છે. જો તમારા પરિવારના વધુ સભ્યો હોય તો તમારે થોડું મોટું ગીઝર ખરીદવું જોઈએ. તે જ સમયે, જો તમારા પરિવારના સભ્યો ઓછા છે તો તમે એક નાનું ગીઝર પણ ખરીદી શકો છો.
તમારા માટે કેટલા લિટર ગીઝર યોગ્ય છે ?
- સિંગલ વ્યક્તિને 3 થી 6 લિટરનું ગીઝર લેવું જોઈએ
- 2 વ્યક્તિઓ ઘરમાં હોય તો 8 થી 15 લિટરનું ગીઝર લેવું જોઈએ
- 4 વ્યક્તિઓ ઘરમાં હોય તો 15 થી 25 લિટર ગીઝર લેવું જોઈએ
- 4 થી વધુ વ્યક્તિઓ હોય તો 25 લિટર અથવા વધુનું ગીઝર લેવું જોઈએ
બ્રાન્ડ વિશે માહિતી મેળવો
કોઈપણ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટની જેમ, ગીઝર ખરીદતા પહેલા તેની બ્રાન્ડ વિશેની માહિતી મેળવવી જરૂરી છે. ગ્રાહક સમીક્ષાઓ તેમજ ઉદ્યોગમાં અનુભવ તપાસવાની ખાતરી કરો. ગ્રાહક સેવામાં કઈ બ્રાન્ડ કઈ સુવિધાઓ પૂરી પાડે છે, ગેરંટી સમયગાળો શું છે, ગેરંટી પૂરી થયા પછી ગ્રાહક સેવા કેવી છે વગેરે વિશે પણ માહિતી મેળવો. શું મોંઘું હોવું સારું છે કે સસ્તામાં નુકસાન શું છે?