રાજકોટ : કુવાડવા રોડ પર ડિ-માર્ટ પાસે એક્ટિવા ટોઇંગ કરતાં મહિલા ASI પર માતા-પુત્રીએ કર્યો હુમલો, જુઓ CCTV
રાજકોટના કુવાડવા રોડ પર ડી-માર્ટ પાસે રોડ પર પડેલ એક્ટિવા ટોઇંગ કરતાં જ માતા-પુત્રીએ ટોઇંગ કરેલ એક્ટિવા છોડાવવા ટ્રાફિક શાખાના મહિલા એએસઆઈ પર હુમલો કરી અમે કોણ છીએ તું જાણતી નથી’ ફરજમાં રૂકાવટ કરતાં બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.
વિગત મુજબ ટ્રાફિક શાખામાં એએસઆઈ તરીકે ફરજ બજાવતાં રાધિકાબેન અશોકભાઈ મકવાણાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ફિરોજાબાનું ગુલામહુસેન વળદળીયા અને શમશાબાનું ગુલામહુસેન વળદળીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, તેઓ સેકટર નંબર-1 માં કુવાડવા રોડ ડી માર્ટ વિસ્તારમાં ટોઇંગ વાઇન ઇન્ચાર્જ તરીકે ફરજમાં હતાં. અને તેમની સાથે ટોઇંગ વાહનનાં ડ્રાઇવર સુરેશભાઇ પરમાર, હેલ્પર પ્રકાશભાઈ વાળા સહિતના કર્મચારી હતાં.સ્ટાફ સાથે સાંજના સાતેક વાગ્યા આસપાસ કુવાડવા રોડ પર ડી માર્ટ પાસે આવતા ત્યાં રોડ ઉપર એક કાળા કલરનું એકટીવા નં. જીજે-03-એલએસ-9895 પડેલ હતું.તે એક્ટિવા સાથે રહેલ કર્મીઓએ ટોઇંગ કરેલ તે દરમ્યાન આ એકટીવાના ચાલક સેજલબેન ભટ્ટી ત્યાં આવી ગયા અને તેણી સાથે આરોપી ફીરોજાબાનુ અને તેની દિકરી શમશાબાનુ સાથે હતા.
એકટીવા ચાલક સેજલબેન ભટ્ટીની પાસે લાયસન્સ તથા અન્ય કાગળો માંગતા તેણી તેમની પાસે રહેલ મોબાઇલમાં લાયસન્સ તથા કાગળો સર્ચ કરતા હતા. તે વખતે ફીરોજાબાનુએ કહેલ કે, આ સેજલબેન મારા ફ્રેન્ડ છે, તેનું ટોઇંગ કરેલ એકટીવા તું નિચે ઉતારી દે અને તું અહીંથી જવા દે નહી તો સારા વાટ નહી રહે તું અમને ઓળખતી નથી તેમ કહી ઝગડો કર્યો હતો. પંરતુ એકટીવા ચાલક સેજલબેન ભટ્ટીએ દંડ ભરવાનું સ્વીકાર્યું હતું. અને તેઓએ પોલીસ સાથે માથાકૂટ ન કરવાનું ફીરોજાબાનુને સમજાવ્યું હતું. તેમ છતા આરોપી માતા-પુત્રી બોલાચાલી કરી મહિલા પોલીસ કર્મીનો શર્ટનો કાઠલો પકડી નીચે પાડી દઇ ઢીકાપાટુ માર માર્યો હતો.જેથી આ મામલે બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.અને માતા-પુત્રી સામે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.