Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

ટ્રમ્પના હીવટીતંત્રમાં એલોન મસ્ક અને ભારતવંશી રામાસ્વામીને મોટી જવાબદારી

Wed, November 13 2024

ડોનાલ્ડ ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ના વડા તરીકે ટેસ્લા અને સ્ટાર લિંકના માલિક વિશ્વના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ એલોન મસ્કઅને ભારતવંશી અમેરિકન ઉદ્યોગ સાહસિક વિવેક રામા સ્વામીની નિમણૂક કરી હતી. આ બંને આ વિભાગનું સહનતૃત્વ કરશે.

અત્રે નોંધનીય છે કે અમેરિકન પ્રમુખ પદની ચૂંટણીમાં એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુલ્લીને પ્રચાર કર્યો હતો અને 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. પ્રચાર ઝુંબેશ દરમિયાન એલોન મસ્કે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી નામનો નવું વહીવટી માળખું ઊભું કરવાનું સૂચન કર્યું હતું અને તેનું નેતૃત્વ કરવાની ઈચ્છા પણ દર્શાવી હતી. ટ્રમ્પે એ વિચારને જાહેરમાં આવકાર્યો હતો. આ બંને મહાનુભાવો ‘ સેવ અમેરિકા મુવમેન્ટ ‘ અંતર્ગત ભ્રષ્ટાચાર, કાયદાઓની અતિશયોક્તિ અને બાબુશાહીને નષ્ટ કરશે તેવો વિશ્વાસ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યક્ત કર્યો હતો.

કોણ છે વિવેક રામા સ્વામી ??

વિવેક રામાસ્વામી ના તામિલભાષી બ્રાહ્મણ માતા-પિતા કેરાળા થી અમેરિકામાં સ્થાયી થયા હતા. 38 વર્ષના વિવેક રામાસ્વામી નો જન્મ ઓહીઓ ખાતે 9 ઓગસ્ટ 1985 ના રોજ થયો હતો. તેઓ રોમન કેથોલિક સ્કૂલમાં ભણ્યા હતા પણ સાથે જ હિન્દુ મંદિરોમાં દર્શન કરવાનું ચૂકતા નહીં. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી બાયોલોજીની અને યેલ યુનિવર્સિટી માંથી લો ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. રામાસ્વામીએ હેજ ફંડ ઇન્વેસ્ટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી અને ગ્રેજ્યુએટ થયા એ પહેલાં જ કરોડપતિ બની ગયા હતા. 2014માં તેમણે પોતાની રોઇન્ટ સાયન્સ નામની બાયોટેક કંપનીની સ્થાપના કરી હતી. ફોર્બસ મેગેઝીને તેમની સંપત્તિ 630 મિલિયન ડોલર હોવાનો અંદાજ આપ્યો હતો. વિવેક રામાસ્વામી સામાજિક ન્યાય અને ક્લાઈમેટ ચેન્જના હિમાયતી છે. આ વખતે ચૂંટણીના પ્રારંભે તેમણે રિપબ્લિકન પાર્ટીની આંતરિક ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝંપલાવ્યું હતું. જોકે બાદમાં તેમણે ટ્રમ્પને સમર્થન જાહેર કરી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

સીઆઈએના ડાયરેક્ટર અને નવારક્ષામંત્રી બંને ચીન વિરોધી વલણ માટે પ્રખ્યાત

ડોનાલ્ડ ટ્રમ્પે સીઆઈએ ના ડાયરેક્ટર પદે તેમના અત્યંત વિશ્વાસુ અને ગાઢ સાથે જોન રેટક્લિફની અને નવા રક્ષા મંત્રી તરીકે પેટ હેગસેથની નિમણુક કરી હતી.આ બંને નેતાઓ ચીનના કટર વિરોધી હોવાની ખ્યાતિ ધરાવે છે. નોંધનીય છે કે સીઆઇએના ડાયરેક્ટર પદે એક સમયે ભારતવંશી ‘ કાશ ‘ કશ્યપ પટેલ નું નામ ગાજ્યું હતું. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે 2016 ના તેમના કાર્યકાળના અંતિમ તબક્કામાં ડાયરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તરીકે ફરજ બજાવનાર જોન રેટક્લિફ ઉપર પસંદગી ઉતારી હતી.

રેટક્લિફ સામે જે તે સમયે ડેમોક્રેટ્સ અને ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ ટ્રમ્પના રાજકીય હરીફોને સકંજામાં લેવા માટે ચોક્કસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ ડી ક્લાસીફાઈ કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમની નિમણૂક કરતી વેળાએ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ક્લિન્ટનની ચૂંટણી ઝુંબેશ માં રશિયાની મિલીભગત થી લઇ અને એફબીઆઈ દ્વારા નાગરિક સ્વાતંત્ર્ય સામે સતાના દુરુપયોગનો પર્દાફાશ કરી સત્ય અને પ્રમાણિકતાના યોદ્ધા તરીકે અમેરિકન જનતા પડખે ઊભા રહેનાર લડવૈયા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે જો બાઇડેનના પુત્ર હન્ટરના લેપટોપ વિશે એફબીઆઇના એકાવન અધિકારીઓ ખોટું બોલતા હતા ત્યારે એકમાત્ર રેટક્લિફે અમેરિકાની જનતાને સત્ય જણાવ્યું હતું.

ટ્રમ્પે રક્ષા મંત્રી તરીકે પેટ હેગસેથને અમેરિકન હિતોના રક્ષક અને આજીવન યોદ્ધા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે હેગથેસના નેતૃત્વ હેઠળ અમેરિકન મીલીટરી ફરીથી મહાન બનશે. અમેરિકાનો કદી ઝુકશે નહી કદી પીછેહઠ નહી કરે.

Share Article

Other Articles

Previous

હા !એલોન મસ્કે અબજો લોકો સમક્ષ ચૂંટણી સંબંધી ખોટી માહિતી ફેલાવી હતી

Next

જે એન્ડ કે માં હજુ 119 આતંકવાદી સક્રિય: સ્થાનિક 24, પાકિસ્તાની 85

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
10 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
16 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
33 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
35 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ક્રાઈમકથા’નું પોસ્ટમોર્ટમ: હત્યા સહિત અધધ… ૯૭૩ ગુના ‘વણઉકેલ’
રાજકોટ
2 વર્ષ પહેલા
‘એ રાજા જી…’ Microsoftનું સર્વર ઠપ્પ થતા સોશિયલ મીડિયા પર મીમ્સનો થયો વરસાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જબલપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો બાદ 3 સ્વાગત મંચ તૂટી ગયા, ધક્કામૂકી સર્જાતા 5 લોકો ઘાયલ
Breaking
2 વર્ષ પહેલા
હાથમાં હાથકડી, પગમાં સાંકળ… બંધક બનીને આવ્યા ભારતીયો !! વ્હાઈટ હાઉસે ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને જુઓ કેવી રીતે મોકલ્યાં
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર