રાજકોટના યુવાને વેસ્ટ ભંગારમાંથી બનાવ્યા રસ્તા ઉપર દોડી શકે તેવા બાઇક
પોતાના કૌશલ્યથી વેસ્ટ વસ્તુઓને બેસ્ટ બનાવી અન્ય યુવાનોને આપી પ્રેરણા
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજકોટમાં એક યુવાને નકામી ચીજ વસ્તુઓનો અનોખો ઉપયોગ કરીને લોકોને કઈક અલગ કરવાની પ્રેરણા આપી રહ્યો છે. આપણે ઓફિસ, ઘર કે કારખાનાઓમાં નકામી ચીજ વસ્તુઓ ફેંકી દઈએ છીએ તે નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને આ યુવાને રસ્તા ઉપર ચાલી શકે તેવા બાઇક બનાવ્યા છે.
રાજકોટના યુવાન યુવરાજસિંહે વેસ્ટ ચીજ વસ્તુઓમાંથી બાઈક, જીપ સહિતના અલગ અલગ વાહનો બનાવ્યા છે. રોજબરોજ લોખંડના ભંગારમાંથી નકામી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીણે આ યુવાને રસ્તા ઉપર દોડતા બાઇક-કાર, જીપ જેવા જ પણ નાના કદના જીપ- બાઇક જાતે બનાવ્યા છે. તેમજ પેટ્રોલ-ડીઝલની મદદથી આ વાહન દૈનિક 35 કિમી સુધી ચાલે છે. યુવરાજસિંહ ચુડાસમાએ આઈડિયા રૂમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અત્યાર સુધી 200 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી છે તેઓ જણાવે છે કે હાલ તેમની પાસે પોતાની એક નાની ફેક્ટરી છે ત્યાં આ સાધનો બનાવવામાં આવે છે અત્યાર સુધીમાં તેમણે અનેક વાહનો બનાવ્યા છે. આ વાહન એન્જિન પણ ખુદ તેમણે જ બનાવ્યા છે યુવરાજસિંહે પીટીસી બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે પરંતુ એમને ટેકનિકલ ક્ષેત્રમાં પહેલેથી જ રસ છે એટલે આજે આ ક્ષેત્રમાં તેઓ આગળ વધ્યા છે આ સિવાય તેઓ અન્ય યુવાનોને પ્રેક્ટીકલ તાલીમ પણ આપે છે. પરિણામ એ આવ્યું કે નાના ધોરણના વિદ્યાર્થી પણ અત્યાર થી જ પોતાની રીતે વાહનના એન્જિન બનાવતા શીખી ગયા છે એ સિવાય પોતાની સાયકલમાં પણ તેઓ નવા નવા પ્રયોગો કરે છે.
તેમણે જે જીપ બનાવી છે એ ત્રણ ફૂટ લાંબી છે જ્યારે બાઈકની લંબાઈ બે ફૂટ છે. જીપમાં ગિયર, ક્લચ, બ્રેક વગેરે ફીટ કર્યા છે અને જે મોટી જીપ આવે એનું આ નાનું મોડલ વર્ઝન હોવાનું જણાવે છે. તેઓ જણાવે છે કે રાજકોટ એ ઓટોમોબાઇલનું હબ છે અહીં સાયકલ થી લઈને પ્લેનના સાધનો બને છે જે વિશ્વભરમાં નિકાસ થાય છે આ પ્રકારની બાઇક વાહન અને જીપ બનાવી વાહન બનાવવામાં પણ આવનારી પેઢીને તેઓ આત્મ નિર્ભર પર બનાવવા માંગે છે. વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ માટે યુવાનનોને મદદરૂપ પણ થાય છે. એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રોજેક્ટ બનાવવાના હોય છે જેમાં કોઈ વિદ્યાર્થીને બાઈક કે અન્ય વાહનના પ્રોજેક્ટ બનાવવા ના હોય તો તેમને વિનામૂલ્ય મદદરૂપ થાય છે.