વિકએન્ડ એન્જોય વિથ OTT : સિટાડેલ હની બની અને દેવરા સહિત 7 ફિલ્મ એન્ડ વેબ સીરિઝ OTT પર રીલીઝ
હાલ લોકો OTT પ્લેટફોર્મ પર ફિલ્મો અને વેબ સીરીઝ જોતા વધુ થયા છે. નવી રિલીઝ થયેલી વેબ સિરીઝ અને મૂવીઝની આતુરતાથી રાહ જુએ છે.ત્યારે એને ધ્યાનમાં રાખીને, અમે તમને નવી OTT રિલીઝ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ આવી રહી છે. આ જોઈને, તમારું સપ્તાહ ખૂબ જ ધમાકેદાર બની શકે છે.ચાલો યાદી પર એક નજર કરીએ…
‘સિટાડેલઃ હની બની
સામંથા રૂથ પ્રભુ અને વરુણ ધવનની એક્શન વેબ સિરીઝ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થઈ છે. રાજ અને ડીકેની આ નવી પેશકશ છે. આ બે એજન્ટોની વાર્તા છે જેઓ તેમના ભૂતકાળને ભૂલી જાય છે અને તેમની પુત્રીની સુરક્ષામાં લાગી જાય છે.
‘દેવરા પાર્ટ 1’
જુનિયર NTR અને જ્હાન્વી કપૂરની ફિલ્મ ‘દેવરા પાર્ટ 1’ Netflix પર રિલીઝ થઈ ગઈ છે. NTR ગામના સરપંચના પુત્રના રોલમાં જોવા મળે છે. તે તેના પિતાનું સપનું પૂરું કરતો જોવા મળશે. ગામમાંથી દાણચોરીના ધંધાને ખતમ કરતા જોવા મળશે.
‘ઈટ એન્ડ્સ વિથ અસ’
બ્લેક લાઈવલીની ફિલ્મ ‘ઈટ એન્ડ્સ વિથ અસ’ પ્રેમ, બલિદાન અને દુર્વ્યવહાર સાથે જોડાયેલી વાર્તા છે. કોલીન હૂવરની લોકપ્રિય નવલકથા પર આધારિત. તમે તેને Netflix પર જોઈ શકો છો.
‘ધ બકિંગહામ મર્ડર્સ’
કરીના કપૂર ખાનની ફિલ્મ ‘ધ બકિંગહામ મર્ડર્સ’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. હંસલ મહેતા દ્વારા બનેલી આ ફિલ્મ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તેને ખૂબ જ મિશ્ર પ્રતિસાદ મળ્યો. આ એક માતાની વાર્તા છે જે તેના પુત્રના મૃત્યુ સાથે સંમત નથી થઈ શકતી. કરીના એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે જે ગુમ થયેલા ભારતીય છોકરાનો કેસ ઉકેલતી જોવા મળે છે.
‘જસ્ટિસ’
પોલિશ ફિલ્મ ‘જસ્ટિસ’ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. તે એક પોલીસ અધિકારીની વાર્તા દર્શાવે છે જેને બેંક લૂંટવા અને હત્યાનો કેસ ઉકેલવા માટે માત્ર 15 દિવસનો સમય મળે છે. વાર્તા એકદમ સસ્પેન્સફુલ છે.
વેટ્ટૈયન
અમિતાભ બચ્ચન અને રજનીકાંત ફિલ્મ વેટ્ટૈયનમાં સાથે જોવા મળે છે. તેને એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવ્યું છે. બંને 33 વર્ષ પછી ફરી સાથે આવ્યા છે. રજનીકાંત પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે. તેઓ એક નિર્દોષ વ્યક્તિનો સામનો કરે છે અને તેને ન્યાય અપાવવાનો પ્રયાસ કરે છે.
‘વિજય 69’
અનુપમ ખેરની ફિલ્મ ‘વિજય 69’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આ વાર્તા ટ્રાયથલોનમાં ભાગ લેનાર 69 વર્ષના વ્યક્તિની છે. કહે છે કે સપનાને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી. તમે તેમને કોઈપણ ઉંમરે પૂર્ણ કરી શકો છો.