કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની વિદાય નિશ્ચિતઃ મસ્ક
ટેસ્લાના CEO અને અબજોપતિ એલન મસ્કે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો આગામી ચૂંટણીમાં કેનેડાના વડા પ્રધાન તરીકેનું તેમનું પદ ગુમાવશે.
સોશિયલ મિડિયા વેબસાઇટ X પર એક વ્યક્તિએ મસ્કથી મદદ માગતા કહ્યું હતું કે તે ટ્રુડોથી પીછો છોડાવવામાં તેની મદદ કરે.
ટ્રુડો હાલ પિયરે પોઈલીવરની કન્ઝર્વેટિવ પાર્ટી અને જગમીત સિંહની ન્યુ ડેમોક્રેટિક પાર્ટીના ચૂંટણી પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રુડોની વર્તમાન લઘુમતી સરકારની સ્થિતિ તેમની સત્તા ગુમાવવાની શક્યતા વધારે છે.
ટ્રુડો ચોથી ટર્મ મેળવવા ઇચ્છે છે, પણ તેઓ ઘણા અવરોધોનો સામનો કરી રહ્યા છે. કેનેડાના કોઈ પણ વડા પ્રધાન એક સદી કરતાં વધુ સમયમાં સતત ચાર વખત જીતી શક્યા નથી.