જેટ એરવેઝની સંપત્તિઓ વેચવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ
આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલી જેટ એરવેઝની સંપત્તિને વેચવાનો સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે NCLATનો નિર્ણયને ફગાવી દીધો છે. NCLATએ માર્ચ 2024માં જેટ એરવેઝની માલિકી માટે રિઝોલ્યુશન પ્લાન હેઠળ જાલાન-કાલરોક કોન્સોર્શિયમને આપવાનો ચુકાદો આપ્યો હતો.
જોકે NCLATના આ આદેશને એસબીઆઈની આગેવાની અને બાકીના લેણદારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી બાદ ચીફ જસ્ટીસ ચંદ્રચૂડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 16 ઓક્ટોબરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એને ચીફ જસ્ટીસ ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. એક સમયે જેટ પાસે કુલ 120 વિમાનો હતાં અને તે અગ્રણી એરલાઇન્સમાંની એક હતી.
જ્યારે ‘ધ જોય ઓફ ફ્લાઈંગ’ ટેગ લાઈન ધરાવતી કંપની તેની પીક પર હતી ત્યારે તે દરરોજ 650 ફ્લાઈટ્સ ઓપરેટ કરતી હતી. જ્યારે કંપની બંધ થઈ ત્યારે તેની પાસે માત્ર 16 વિમાનો જ બચ્યાં હતાં. માર્ચ, 2019 સુધીમાં કંપનીની ખોટ 5535.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.