પ્રકાશને પર્વ પૂરું થતાની સાથે જ નવી સવાર સાથે નૂતન વર્ષા અભિનંદનનો અવસર. નવા વર્ષે વહેલી સવારે સબરસ લ્યો…સબરસ..લ્યો…ની બુમો કાને પડે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત રહી છે. નવા વર્ષે સબરસ ખરીદવાની શુભ માનવામાં છે. છપ્પનપકવાન પીરસવામાં આવ્યા હોય પરંતુ જો આ વ્યંજનોમાં ચપટી મીઠું ના હોય તો વ્યંજન વ્યંજન નથી રહેતા એવી જ રીતે જીવનમાં સહેજ મીઠું જરૂરી છે. સબરસનું મહત્વ પણ કંઈક આવું જ છે.
સબરસ ની જેમ આવનારા વર્ષમાં વ્યક્તિને જીવનમાં દરેક માણવાનો અવસર પ્રાપ્ત થાય. ભગવાન શ્રીકૃષ્ણએ મીઠાના મહત્વને સમજાવ્યું હતું અને તેને સબરસ નામ આપ્યું હતું. આથી શુકનવંતી વસ્તુઓમાં મીઠા ને પ્રથમ ગણાય છે, જેના લીધે વર્ષોથી આવતી પરંપરા આજે નવી પેઢી એ પણ અપનાવી છે અને નવા વર્ષની વહેલી સવારે શુકનભીની ખરીદી કરે છે