ઇઝરાયેલ સાવ છેલ્લે પાટલે બેઠું યુએનની એજન્સી પર પ્રતિબંધ
ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને કારણે ગાઝાપટ્ટી સહિતના વિસ્તારોમાં સર્જાયેલી અભૂતપૂર્વ માનવીય કટોકટી વચ્ચે એ વિસ્તારોમાં સેવા કાર્ય કરતી યુનાઇટેડ નેશનલ રીલીફ એન્ડ વર્કસ એજન્સી (UNRWA) ઉપર ઇઝરાયેલ એ પ્રતિબંધ જાહેર કરી દીધો હતો. આ નિર્ણય અંગે યુનાઇટેડ નેશન ઉપરાંત અમેરિકા અને બ્રિટન જેવા દેશોએ પણ આઘાત સાથે ચિંતા ની લાગણી વ્યક્ત કરી હતી.
UNRWA ના કાર્યકરો ગત સાતમી ઓક્ટોબરે ઇઝરાયેલ પર થયેલા આતંકવાદી હુમલાઓમાં હમાસની સાથે હતા તેવો આક્ષેપ ઈઝરાયેલ કરતું રહ્યું છે. દરમિયાન સોમવારે ઇઝરાયેલની સંસદમાં એ સંસ્થા ઉપર પ્રતિબંધ બળાત્કારના બે બિલ ભારે બહુમતીથી પસાર કરવામાં આવ્યા હતા.
તેના અંતર્ગત ઇઝરાયેલના કબજાગ્રસ્ત ઇસ્ટ જેરુસલામ, વેસ્ટ બેંક અને ગાઝા સ્ટ્રીપ માંથી યુએનની આ સંસ્થાના કાર્યકરોએ ઉચાળા ભરવા પડશે. એ સંસ્થાના એક પણ કર્મચારીને હવેથી ઇઝરાયેલના વિઝા કે વર્ક પરમિટ પણ નહીં આપવામાં આવે. નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ગાઝા અને વેસ્ટ બેંકમાં લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. ઇઝરાયેલી હુમલામાં ગાઝાપટ્ટીમાં સંખ્યાબંધ હોસ્પિટલો ધરાશય થઈ જતા તબીબી સેવાનું માળખું ખતમ થઈ ગયું છે. હજારો લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. દવા અનાજ અને પાણીની અછતને કારણે આ વિસ્તારોમાં અભૂતપૂર્વ માનવીય સંકટ સર્જાયું છે. યુએનની આ સંસ્થા આ વિસ્તારોમાં સેવા કાર્યો કરતી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઇઝરાયેલ યુનાઇટેડ નેશનની ભૂમિકાની ટીકા કરતું રહ્યું છે ત્યાં સુધી કે તેણે યુનાઇટેડ નેશનના સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસના ઇઝરાયલ પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો હતો.
ગાઝામાં રહેણાંક ઇમારત પર એર સ્ટ્રાઈક: 77 લકોના મોત
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ અંગે કતારના પાટનગર દોહામાં મંત્રણાઓ ચાલી રહી છે ત્યારે જ ઇઝરાયેલેવમંગળવારે સવારે ગાઝાપટ્ટીના બેઇક લાહિયા નગરમાં પાંચ માળની એક રહેણાક ઇમારત ઉપર બોમ્બમારો કરતા આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી અને બાળકો અને મહિલાઓ સહિત 77 લોકોના મૃત્યુ થયા હતા.
