રાજકોટના આકાશમાં ડ્રોન, રોકેટ ઉડસે: 10 કરોડની આતશબાજી
આ વર્ષે 10 થી 15 ટકાનો ભાવ વધારો: વેકેશન શરૂ થતાની સાથે જ ફટાકડા બજારમાં તેજીનો તિખારો:પોપપોપ,ચોકલેટ ચક્કર, લાયન,એન્ગ્રીબર્ડ, પેન્સિલ શોટ, મ્યુઝિક રોલ, ટ્રેકરની વેરાયટી
વેકેશન પડતાં હવે ફટાકડાના સ્ટોલ પર ઘરાકી નીકળી છે. આ વર્ષે 10 થી 15% નો ભાવ વધારો આવ્યો છે તેમ છતાં રાજકોટમાં દિવાળીના દિવસોમાં 10 કરોડના ફટાકડા ફૂટશે. દિવાળીને આજે હવે ત્રણ દિવસ બાકી છે તે પૂર્વે જ રાજકોટના આકાશમાં આતશબાજી શરૂ થઈ ગઈ છે. આ વર્ષે ફટાકડા લવર્સ માટે ફેન્સી ફટાકડા આવ્યા છે. હોલસેલ વેપારીઓ શિવાકાશીથી ઉપરાંત અમદાવાદથી ફટાકડાની ખરીદી કરે છે.
ફટાકડામાં બાળકોથી લઈને મોટા ફોડી શકે તેમાં 100થી વધુ વેરાયટીઓ આવી છે. 25 રૂપિયાથી માંડી ₹20,000 સુધીના વિવિધ પ્રકારના ફટાકડાઓ રાજકોટની બજારમાં આવ્યા છે જેમાં બટરફ્લાય,લાયન, ડ્રોન ફટાકડા અને ઇકો ફ્રેન્ડલી ફટાકડા, 1000,5000 સ્ટ્રીપ્સ, હેલિકોપ્ટર, ટાઈ ફટાકડા માં એકીસાથે 100 શોટ સુધીના અલગ અલગ કલર અને અવાજ સાથેના રોકેટ, 25 ફૂટ ઉપર ફૂટે તેવા ડ્રોન ફટાકડા સુતરી બોમ્બ તડાફડી, જમીન ચકરી,અનાર, ફુલઝરની માંગ વધારે છે જ્યારે બાળકોમાં પોપપોપ પ્રચલિત છે. આ વર્ષે ચોકલેટ ચક્કર, લાયન,એન્ગ્રીબર્ડ, પેન્સિલ શોટ, છોટાભીમ મ્યુઝિક રોલ મ્યુઝિક ટ્રેકર,ફ્લેશ ગન અને લાઈટ સાથેની ગન પણ બાળકો માટે ફેવરિટ બની છે.
નવરાત્રી પછી તરત જ રાજકોટમાં ફટાકડા ફૂટવાનું શરૂ થઈ ગયું છે જે હવે દેવ દિવાળી સુધી ચાલુ રહેશે. દિવાળીના દિવસે રાજકોટના આકાશમાં આતશબાજીની રંગોળી થશે.