IPS પાંડિયનને સસ્પેન્ડ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં કોંગ્રેસના દેખાવો
વડગામનાં ધારાસભ્ય અને રાજકુમાર પાંડિયન વચ્ચે તુંતું-મેં મેં થઇ હતી
કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓએ ગાંધીનગર ખાતે ડીજી ઓફિસની બહાર દલિતો સંગઠનો રાજકુમાર પાંડિયન સામે સૂત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો હતો. આ દરમિયાન એવી માગ કરાઈ હતી કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સાથે અણછાજતું વર્તન કરનારાં રાજકુમાર પાડિયનને સસ્પેન્ડ કરો.
મહીસાગરના દલિતોને આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયનની ગેર વર્તણૂકની વિરુદ્ધમાં યોજવામાં આવેલા દેખાવોમાં અટકાવી લેવામાં આવ્યા હતા. જેના લીધે દલિતોમાં આક્રોશ વધી રહ્યો છે. કહેવામાં આવ્યું છે કે જેટલી અટકાયત કરશો, એટલો મોટો કાર્યક્રમ ભવિષ્યમાં કરવામાં આવશે.
દલિતોના પ્રશ્ન મુદ્દે રજૂઆત કરવા ગયેલાં ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને આઇપીએસ રાજકુમાર પાંડિયન વચ્ચે તુ-તુ-મૈં-મૈં થઇ હતી. મોબાઇલ ફોન બહાર મૂકીને આવો તેમ કહેતાં પાંડિયન અને મેવાણી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ મામલે જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભા અઘ્યક્ષ શંકર ચૈાધરીને રજૂઆત કરી કે, ધારાસભ્ય સાથે ગેરવર્ણતૂક કરનારાં ઉચ્ચ પોલીસ અધિકારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરો.
જિજ્ઞેશ મેવાણી કહી ચૂક્યા છે કે, ‘બાબા સિદ્દિકીની જેમ, જો મારી, મારા પરિવારના સભ્યો અથવા મારી ટીમના કોઈ સાથીની હત્યા થાય, તો તેના માટે ફક્ત **IPS રાજકુમાર પાંડિયન જ જવાબદાર રહેશે. આ સાથે જ મુખ્યમંત્રીને પત્ર લખી સુરક્ષાની માગ કરું છું.’