દિલ્હી AIIMSમાં લાગી ભીષણ આગ, દર્દીઓને સુરક્ષીત બહાર કઢાયા
દિલ્હી AIIM હોસ્પિટલના એન્ડોસ્કોપ વોર્ડમાં આગ લાગતા અફડાતફડી મચી….
દિલ્હી AIIM હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ AIIM હોસ્પિટલના એન્ડોસ્કોપ વોર્ડમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાને પગલે તમામ દર્દીઓને સુરક્ષીત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમજ ફાયરબ્રિગેડની 8 ટીમો આગ બુજાવવા અને લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડવા કામે લાગી છે.