નેતનયાહૂના ઘર પરના હુમલામાં શું આવી નવી હકીકત ? જુઓ
ઇઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહૂના ઘર પર હિઝબુલ્લાહ દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એમની સુરક્ષામાં વધારો કરી દેવાયો હતો. દરમિયાનમાં એક નવી હકીકત સામે આવી હતી અને ઇઝરાયલની સેના ટેન્શનમાં આવી ગઈ હતી.
એક અહેવાલમાં એવી માહિતી અપાઈ હતી કે ડ્રોન નેતાન્યાહૂના ઘરના બેડરૂમ સુધી પહોંચી ગયું હતું અને બધી જ સુરક્ષાની સીસ્ટમ નિષ્ફળ રહી હતી. જો કે હુમલાના સમયે ઘરમાં કોઈ હતું નહીં માટે કોઈ જાનહાનિ થી નહતી.
ઇઝરાયલની સેના અને સુરક્ષા અધિકારીઓ ભારે ટેન્શનમાં છે કારણ કે એમને એવો ભય છે કે બેડરૂમ સુધી ડ્રોન આવ્યું હતું ત્યારે ભવિષ્યમાં આવો ફરી હુમલો થઈ શકે છે. અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે બેડરૂમની વિન્ડોને નુકસાની થઈ હતી. ગ્લાસ તૂટી ગયા હતા.
ઇઝરાયલના સુરક્ષા નિષ્ણાતો એમ માને છે કે હિઝબુલ્લાહનું નિશાન સટીક રહ્યું છે અને બેડરૂમ સુધી ડ્રોન આવ્યું હતું ત્યારે ફરીવાર પણ આવો પ્રયાસ થઈ શકે છે માટે એલર્ટ રહેવું જરૂરી છે