રિયલ એસ્ટેટ ડેવેલપર્સને જીએસટીમાં શું ઝટકો લાગી શકે છે ? વાંચો
જીએસટી મોરચે રિયલ એસ્ટેટ ડેવલપર્સ માટે રાહતની કોઈ આશા નથી, સૂત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટ પરના મંત્રીઓનું જૂથ બિલ્ડરો અને જમીન માલિકોના સંયુક્ત વિકાસ કરાર પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાના પક્ષમાં નથી. ગોમ એટલે કે મંત્રીઓના જૂથની બેઠક 25 ઓક્ટોબરે ગાંધી નગર, ગુજરાત ખાતે યોજાવાની છે. આગામી મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ગોમના રિપોર્ટ પર ચર્ચા થઈ શકે છે.
રિયલ એસ્ટેટ ડેવલપર્સને જીએસટી મોરચે ફટકો પડી શકે છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. એપ્રિલ 2019 પછી જેડીએ પર ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપલબ્ધ થશે નહીં. જેડીએ એટલે સંયુક્ત વિકાસ કરાર છે.
પ્રધાનોનું જૂથ ડેવેલપર્સને રાહત આપવાની તરફેણમાં નથી. જીઓએમ 25મી ઑક્ટોબરની બેઠકમાં તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપી શકે છે તેવા અહેવાલો મંગળવારે બહાર આવ્યા હતા. એમની બેઠક મહત્વની માનવામાં આવે છે.
ડેવલપર્સ અને જમીન માલિકો ટીડીઆર ઓન જેડીએ પર પર 18% જીએસટી લાદવાના વિરોધમાં છે. તેમની માંગ છે કે તેમને પહેલાની જેમ આઇટીસી લાભ મળવો જોઈએ. હાલમાં એફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટી 1.5% છે અને નોન-એફોર્ડેબલ હાઉસિંગ પર આઇટીસી વિના 7.5% છે.
સંયુક્ત વિકાસ કરાર
જમીન માલિક અને રિયલ એસ્ટેટ ડેવલપર વચ્ચેની કાનૂની વ્યવસ્થા છે. જે અંતર્ગત તેઓ સંયુક્ત રીતે પ્રોપર્ટી ડેવલપ કરે છે. આવા સોદામાં જમીન માલિકો તેમની જમીનમાં ફાળો આપે છે. જ્યારે ડેવલપર પ્રોજેક્ટનું સર્જન, માર્કેટિંગ અને વેચાણ સંભાળે છે. આ કરારોમાં સામાન્ય રીતે નફો વહેંચણી, ઓનર્સ વહેંચણી અને તમામ પક્ષો માટે ભાગની વહેંચણીનો સમાવેશ થાય છે.