Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

સિનવારની ડાબા હાથની આંગળી કાપીને DNA ટેસ્ટ કરાયો : આખું શરીર ઇજાગ્રસ્ત હતું ; માથામાં વાગેલી ગોળીને કારણે મૃત્યુ થયું

Sat, October 19 2024


હમાસના વડા યાહ્યા સીનવારના મૃત્યુ બાદ તેના ડાબા હાથની આંગળી કાપીને ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને બાદમાં એ મૃતદેહ તેનો જ હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.

સીનાવરનો મૃતદેહ તેલ અવયવના ફોરેન્સિક સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર ચેન કુગઈના જણાવ્યા અનુસાર ડીએનએ ટેસ્ટ કરવા માટે સીનાવરના હાથની આંગળી કાપવામાં આવી હતી અને 2011માં તેની જેલ મુક્તિ થઈ ત્યારે લેવામાં આવેલા ડીએનએ સેમ્પલ સાથે તેનું મેચિંગ કરવામાં આવ્યું હતું.
ડોક્ટર કુગેઇએ જણાવ્યું કે સિનવારના શરીર ઉપર ઇજાના સંખ્યાબંધ નિશાનો હતા. તેનો એક હાથ ટેન્ક અથવા મિસાઈલ મારામાં છેદાઈ ગયો હતો. સીનવારે

એક ઈલેક્ટ્રીક કોર્ડ સાથે જોડેલા કામચલાઉ સાધન વડે હાથમાંથી થતાં રક્તસ્ત્રાવને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગંભીર ઈજાને કારણે તેમાં સફળતા નહોતી મળી.તેનો એક પગ મકાનના કાટમાળ હેઠળ દબાઈ જવાને કારણે ઇજાગ્રસ્ત બન્યો હતી.ગત વર્ષે ઈઝરાયેલ પર થયેલા આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર એવા યાહ્યા સિનવારના શરીરમાં મિસાઈલ અથવા ટેન્કમાંથી છોડવામાં આવેલ ગોળાના સંખ્યાબંધ છરા મળી આવ્યા હતા. તેની છાતીમાં પણ અસંખ્ય છરા ઘૂસી ગયા હતા. જો કે તેનું મૃત્યુ માથામાં વાગેલી ગોળીને કારણે થયું હોવાનું પોસ્ટમોર્ટમમાં સ્પષ્ટ થયું હતું. સીનવારનો અંત અત્યંત કરુણ હતો.તેનો મૃતદેહ ધૂળ,માટી અને રાખથી ખરડાયેલી હાલતમાં ધ્વસ્ત થયેલા મકાનમાં સોફા પરથી મળી આવ્યો હતો.

ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર ઇન્ટેલિજન્સ રિપોર્ટના આધારે ઇઝરાયેલ સેનાની વિશિષ્ટ ટુકડી રફાહમાં તેલ અલ સુલતાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સિનવાર અને અન્ય બે આતંકીઓ નજરે પડ્યા હતા. સેનાએ ગોળીબાર કરતા ત્રણેય અલગ પડી ગયા હતા અને સિનવાર એક મકાનમાં ઘૂસ્યો હતો જ્યાં ઇઝરાયેલી દળોએ તેને પતાવી દીધો હતો. બાદમાં ડ્રોન દ્વારા કરવામાં આવેલા સ્કેનમાં તેનું શરીર નજરે પડ્યું હતું. એ મકાનમાં ઘૂસતા પહેલા પણ ઇઝરાયેલી દળોએ ટેન્ક મારો કર્યો હતો.

નાનો,કદરૂપો અને તૂટેલી આંગળીવાળો: સૈનિકે સિનવારના મૃતદેહ નું વર્ણન કર્યું

ઇઝરાયેલના લેટેનન્ટ કર્નલ ઇતામાર એઇતામે સિનવારના અસ્તિત્વને ભગવાનના અપમાન સમાન જણાવ્યું હતું. તેણે કહ્યું કે ભગવાને તેની કઈ કલ્પનામાં આ માણસને સર્જ્યો હશે? તેણે આગળ ઉપર જણાવ્યું કે આ માણસે અમને કેટલી બધી પીડા આપી હતી. મેં તેના નાશ પામેલા શરીર સામે જોયું, તમે નહીં માનો પણ મેં તેના માટે પણ પીડા અનુભવી. આ માણસ પણ ક્યારેક નાનકડો બાળક હતો, તેની પાસે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવાની તક હતી પણ તેણે શેતાનનો માર્ગ પસંદ કર્યો. ઇતમારે ઉમેર્યું,” મેં થોડીવાર માટે તેની આંખોમાં જોયું. તે નાનકડો, કદરૂપો અને તૂટેલી આંગળી વાળો હતો..”

Share Article

Other Articles

Previous

‘દાના’ ચક્રવાતનો ખતરો : હવામાન ખાતાનું એલર્ટ, પૂર્વથી દક્ષિણ સુધીના રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ

Next

રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત : ઓફિસે આવનારા કર્મચારીઓ અને પાછળ બેસનારા માટે નિયમ લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પત્નીએ આત્મહત્યા કરતા અંતિમક્રિયા પતાવી પતિએ પણ ઝેર પી જીવન ટૂંકાવ્યું
2 સપ્તાહs પહેલા
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
4 સપ્તાહs પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
4 સપ્તાહs પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
4 સપ્તાહs પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ગાઝા પર ઈઝરાયેલની મોટી એરસ્ટ્રાઇક : સ્કૂલ હુમલામાં 100 પેલેસ્ટાઈનના મોત, અનેક ઘાયલ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સીબીઆઈના મોરબીમાં ધામા, નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ શરૂ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
iPhone અને એન્ડ્રોઇડ ફોનમાં કેબનું ભાડું કેમ અલગ અલગ છે ? કેન્દ્ર સરકારે ઓલા અને ઉબેરને નોટિસ ફટકારી
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈ ઝડપાયો : સલમાન ખાન ફાયરિંગ કેસ સાથે ખાસ કનેક્શન
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર