ઈશા ફાઉન્ડેશન સામે થયેલા કેસની કાર્યવાહી સુપ્રીમ કોર્ટે બંધ કરી દીધી
સુપ્રીમ કોર્ટે સદગુરુ જગ્ગી વાસુદેવના ઈશા ફાઉન્ડેશન સામે બે યુવતિઓને કથિત ગેરકાયદેસર કેદ રખવાના કેસમાં કાર્યવાહી બંધ કરી દીધી હતી.બન્ને યુવતીઓએ પોતે પોતાની મરજીથી આશ્રમમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. એ કેસમાં તપાસ કરવા અંગેના મદ્રાસ હાઇકોર્ટના આદેશની પણ ઝાટકણી કાઢતા ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની બેંચે કહ્યું કે કોઈ વ્યક્તિ કે સંસ્થાને બદનામ કરવા માટે આવી કાર્યવાહી ન થઈ શકે.
આ અગાઉ 42 અને 39 વર્ષની બે બહેનોના પિતાએ તેમની પુત્રીઓને બ્રેઇન વોશ કરીને ઈશા ફાઉન્ડેશનના કોઇમતુર ખાતેના આશ્રમમાં રાખવામાં આવી હોવાનું જણાવી હેબિયસ કોર્પ્સ અરજી કરી હતી.જો કે બંને મહિલાઓએ પોતે પોતાની મરજીથી જ આશ્રમમાં રહેતી હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં મદ્રાસ હઇકોર્ટે પોલીસને આ બારામાં તપાસ કરી ઈશા ફાઉન્ડેશન સામે અગાઉ થયેલી તમામ અરજીઓની યાદી સુપ્રત કરવાનો આદેશ કર્યો હતો. હાઇકોર્ટના એ આદેશ બાદ પોલીસે ઈશા ફાઉન્ડેશનના આશ્રમ પર તપાસ કરી હતી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જ્યાં હવે સુપ્રીમ કોર્ટે ઈશા ફાઉન્ડેશનને ક્લીન ચીટ આપી એ કેસ અંગેની તમામ કાર્યવાહી બંધ કરી દીધી હતી.