મુકેશ અંબાણી કોની સાથે મળી કરશે નવું સાહસ ? શું કરશે ? વાંચો
દેશમાં નાની કંપનીઓના ફંડની જરૂરિયાત હવે સરળતાથી પૂરી થઈ શકશે. બ્લેકરોક ઇન્ક વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજર કંપની છે. ભારતમાં ખાનગી ક્રેડિટ વેન્ચર સ્થાપવા માટે મુકેશ અંબાણીની જિયો ફાયનાન્સિયલ સાથે વાતચીત કરી રહી છે. તેનો ઉદ્દેશ્ય ભારતમાં સીધા ધિરાણ માટેની વધતી તકોનો લાભ લેવાનો છે.
સૂત્રોના હવાલાથી બ્લૂમબર્ગના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બંને કંપનીઓની તેમાં 50-50 ટકા ભાગીદારી હશે અને તે મોટી કંપનીઓ તેમજ સ્ટાર્ટઅપ્સને લોન આપશે. જો આ સોદો આગળ વધે છે, તો તે રિલાયન્સ અને અમેરિકાની બ્લેકરોક વચ્ચેનું ત્રીજું સાહસ હશે. અગાઉ બંને કંપનીઓએ એસેટ મેનેજમેન્ટ અને સ્ટોક બ્રોકિંગ બિઝનેસમાં હાથ મિલાવ્યા છે.
એશિયામાં ખાનગી ધિરાણ માટે ભારત એક તેજસ્વી સ્થળ છે. એપોલો ગ્લોબલ મેનેજમેન્ટ, સર્બેરસ કેપિટલ મેનેજમેન્ટ એલપી અને વર્ડે પાર્ટનર્સ જેવી વૈશ્વિક કંપનીઓ ભારતમાં ઝડપથી તેમની કામગીરી વિસ્તારી રહી છે. તેનું કારણ એ છે કે દેશમાં સ્થાનિક કંપનીઓના ભંડોળની માંગ સતત વધી રહી છે. ભારતમાં ખાનગી ધિરાણ રોકાણ 2024 ના પ્રથમ છ મહિનામાં રેકોર્ડ $6 બિલિયન સુધી પહોંચી ગયું છે.
લેરી ફિન્ક કોણ છે?
બ્લેકરોકના સીઈઓ લેરી ફિંકને વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ માનવામાં આવે છે. બ્લેકરોક $10 ટ્રિલિયનથી વધુ સંપત્તિનું સંચાલન કરે છે. આ ભારતની જીડીપી કરતાં અઢી ગણી અને અમેરિકાની જીડીપી કરતાં અડધી છે. તમે બ્લેકરોકની સ્થિતિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકો છો કે આ કંપની વિશ્વના કુલ શેર અને બોન્ડના 10%નું સંચાલન કરે છે.