IND vs NZ: ટીમ ઈન્ડિયાની આખી ટીમ 46 રનમાં તંબુ ભેગી, 91 વર્ષના ઈતિહાસમાં ઘરઆંગણે ભારતનો સૌથી ઓછો સ્કોર
બેંગલુરુ ટેસ્ટમાં ભારતનો પ્રથમ દાવ 46 રનમાં સમેટાઈ ગયો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કેપ્ટન રોહિત શર્માનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. વાદળછાયા વાતાવરણમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો પત્તાની જેમ અલગ પડી ગયા હતા. ટીમના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેમાં વિરાટ કોહલી, સરફરાઝ ખાન, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. રિષભ પંતે સૌથી વધુ 20 રન બનાવ્યા હતા. જ્યારે યશસ્વી જયસ્વાલે 13 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્મા બે રન બનાવીને આઉટ થયો હતો અને જસપ્રિત બુમરાહ એક રન બનાવીને આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનો ધબડકો, 46 પર ઓલઆઉટ !!
ભારતના 5 બેટર્સ શૂન્ય પર આઉટ થયા હતા જેમાં કોહલી, સરફરાઝ, રાહુલ, જાડેજા અને અશ્વિનનો સમાવેશ થાય છે. ભારતે આ સાથે એશિયામાં ટેસ્ટ ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા નોંધાવેલો સૌથી નાનો ટીમ સ્કોર નોંધાવ્યો હતો. અગાઉ 1986માં વેસ્ટ ઈન્ડિઝે ફૈઝલાબાદમાં પાકિસ્તાન સામે 53 રન નોંધાવ્યા હતા.
4 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા
મેચ દરમિયાન 4 બેટ્સમેન સિંગલ ડિજિટને સ્પર્શવામાં સફળ રહ્યા હતા. સિંગલ ડિજિટને સ્પર્શનારા બેટ્સમેનોના નામ છે કેપ્ટન રોહિત શર્મા (02), કુલદીપ યાદવ (02), જસપ્રિત બુમરાહ (01) અને મોહમ્મદ સિરાજ (04) અણનમ.
મેટ હેનરીને 5 સફળતા મળી
ન્યુઝીલેન્ડ તરફથી સૌથી સફળ બોલર મેટ હેનરી હતો. તેણે 13.2 ઓવર બોલિંગ કરતી વખતે સૌથી વધુ 5 સફળતા હાંસલ કરી. તેમના સિવાય વિલ ઓ’રર્કે 4 અને ટિમ સાઉથી 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
કિવિ ફાસ્ટ બોલર્સનો તરખાટ
આ મેચમાં ન્યૂઝીલેન્ડના ફાસ્ટર્સ મેટ હેન્રી અને વિલિયમ ઓરૂક છવાઈ ગયા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેન્રીએ 5 વિકેટ ઝડપી હતી. વિલિયમ ઓરૂકે ચાર વિકેટ લીધી હતી.
જયસ્વાલ – 13
રોહિત – 02
કોહલી – 00
સરફરાઝ – 00
પંત – 20
રાહુલ -0
જાડેજા – 0
અશ્વિન – 0
કુલદીપ – 02
બુમરાહ – 1
સિરાજ – 4