હરિયાણામાં આજે ત્રીજી વાર ભાજપ સરકારના શપથ
ભાજપે ચુંટણીમાં ભવ્ય વિજય બાદ હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. આમ સૈની બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે આજે હરિયાણામાં યોજાશે. વડાપ્રધાન મોદી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે. સૈનીએ બુધવારે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો હતો.
નાયબ સિંહ સૈનીના મુખ્યમંત્રી બનવા પર પાર્ટીના નેતાઓ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગીની અટકળો વચ્ચે અમિત શાહે પોતે કમાન સંભાળી હતી અને નિરીક્ષક અમિત શાહ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો. આમ હરિયાણામાં ભાજપ સરકાર ત્રીજીવાર બની છે.
અનિલ વિજે સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો
નોંધનીય છે કે હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અને કૃષ્ણ બેદીએ આગામી મુખ્યમંત્રી માટે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમિત શાહના હરિયાણા આવવાનો અર્થ છે કે નાયબ સિંહ સૈનીને જવાબદારી સોંપવામાં આવે અને અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહને એક સાથે રાખવાનો છે. વાસ્તવમાં બંને નેતાઓ સમયાંતરે સીએમ બનવાનો દાવો કરતા રહ્યા છે.
અમિત શાહે શું કહ્યું ?
હરિયાણાના નિરીક્ષક અમિત શાહે કહ્યું કે, ” વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિજય અને વિકાસની ગાથા રચાઈ છે તેની આ જીત છે. આ ભાજપની નીતિઓની જીત છે. દેશભરમાં રાજકીય માહોલમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સિવાય કોઇ પણ પાર્ટીનો મુખ્યમંત્રી ત્રીજી વખત ચૂંટાઇને આવ્યો નથી. ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ સૈની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.