‘ગેાબરી’ જમીન વેચી માતા-બે પુત્રીએ બિલ્ડરને ચેાપડ્યેા ૧.૨૦ કરેાડનેા ચૂનેા !
રૈયા ટીપી સ્કીમ નં.૩૨નેા પ્લેાટનેા કેાર્ટકેસ ચાલતેા હેાવા છતાં બિલ્ડરને અંધારામાં રાખી પૈસા લઈ લીધા
જમીન કૌભાંડેા કરવામાં અત્યાર સુધી મેાટાભાગે પુરુષેાનેા જ
રેાલ’ જોવા મળતેા હેાય છે પરંતુ મહિલાઓ દ્વારા પણ હવે તેમાં ઝંપલાવાઈ રહ્યું હેાય તેવેા એક કિસ્સેા પ્રકાશમાં આવ્યેા છે. ગેાબરી' જમીન મતલબ કે કેાર્ટમાં કેસ ચાલી રહ્યેા હેાવા છતાં માતા અને બે પુત્રીએ મળીને બિલ્ડરને ૧.૨૦ કરેાડનેા ચૂનેા ચેાપડતાં ખળભળાટ મચી જવા પામ્યેા છે. આ અંગે શિલ્પન આઈકેાન વિંગ
બી’માં રહેતા બિલ્ડર હર્ષ દિલીપભાઈ વિરેાજાએ યુનિવર્સિટી પેાલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક વર્ષ પહેલાં નાસીર ઈબ્રાહીમભાઈ વિકયાણી નામના જમીન દલાલે તેમને ટીપી સ્કીમ નં.૩૨ (રૈયા) કે જે ન્યુ રાજકેાટમાં સમાવિષ્ટ ત્યાં ૪૩૨૦ ચેારસમીટરનેા એક પ્લેાટ હિરાબા દિલીપસિંહ ચાવડા, તેમની પુત્રી હિનાબા દિલીપસિંહ ચાવડા અને મનિષાબા દિલીપસિંહ ચાવડાના નામે હેાવાનેા અને તેમને આ પ્લેાટનું વેચાણ કરવાનું હેાવાની વાત કહી હતી. આ પછી નાસીર મારફતે બિલ્ડર હર્ષ પ્લેાટમાલિક હિરાબા દિલીપસિંહ ચાવડાને મળ્યા હતા. મુલાકાત સમયે બિલ્ડરને એમ કહેવાયું હતું કે આ જમીનનું ટાઈટલ ક્લિયર છે મતલબ કે તેના ઉપર કેાઈ પ્રકારનેા વિવાદ ચાલી રહ્યેા નથી.
આટલી વાત થયા બાદ હર્ષ તેમજ જીત જેન્તીલાલ સાપરિયા, ભરત રતિભાઈ સાપરિયા અને લાલજી વસેાયા ઉપરાંત હિરાબા, નાસીર સહિતના જમીનની માપણી કરવા ગયા હતા. જમીન માપણી થયા બાદ આ પ્લેાટનેા સેાદેા ૭,૭૭,૬૦,૦૦૦માં નક્કી થયેા હતેા. આ પછી અખબારમાં નેાટિસ પણ પ્રસિદ્ધ કરાવાઈ હતી. તેમાં કેાઈ પ્રકારનેા વાંધેા નહીં આવતાં હર્ષ તેમજ તેમના ભાગીદારેાએ નાસીર મારફતે હિરાબા ચાવડાને અલગ-અલગ તારીખના ૧૫ ચેક આપ્યા હતા જેની રકમ ૧.૨૦ કરેાડ જેટલી થવા જતી હતી.
આ રકમ બેન્કમાંથી હિરાબાએ ઉપાડી પણ લીધી હતી. ત્યારપછી દસ્તાવેજની તારીખ આવતાં બિલ્ડર દ્વારા હિરાબાનેા સંપર્ક કરવામાં આવ્યેા હતેા પરંતુ તેમના તરફથી કેાઈ જ સંતેાષકારક જવાબ મળ્યેા ન્હેાતેા. કેાઈ જ પ્રકારનેા સહકાર ન મળતાં આખરે બિલ્ડર દ્વારા તપાસ કરાતાં આ પ્લેાટ વિવાદમાં હેાવાનું અને કેાર્ટમાં કેસ ચાલી રહ્યેા હેાવાનું ખુલ્યું હતું. આમ હિરાબા, તેમની પુત્રીઓ હિનાબા અને મનિષાબા દ્વારા વિવાદિત પ્લેાટનું વેચાણ કરી તેના પેટે ૧.૨૦ કરેાડ લઈ લીધા બાદ પરત નહીં કરતાં બિલ્ડર દ્વારા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.