રતનને અમીરોની યાદીમાં શામેલ થવાનો જરા પણ અભરખો નહતો
રતન ટાટા દેશના અને વિશ્વના ટોચના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પૈકીનાં એક હતા પણ એમને બીજાઓની જેમ દુનિયાના અમીરોની લિસ્ટમાં શામેલ થવાનો જરા પણ શોખ નહતો. એમને આ પ્રકારના ભપકા બતાવવાનો મોહ હતો જ નહીં. તેઓ એમ માનતા કે આવી કોઈ જરૂર જ નથી.
દુનિયાના 6 મહાદ્વીપ પર 100થી વધુ દેશોમાં 30 કંપનીઓ પર રતન ટાટાનું નિયંત્રણ હતું છતાં એમને અમીરોની લિસ્ટમાં આવી જવાનો અભરખો નહતો. એક એવી વ્યક્તિ જેણે ભારતમાં 6 દસકા સુધી સૌથી મઓટા બિઝનેસ સામ્રાજ્યનું સંચાલન કર્યું તેને સાદગીમાં જ રસ હતો.
જો આવી કોઈ યાદીની વાત કરીએ તો રતન ટાટાનું સ્થાન સૌથી ઉપર ગણી શકાય પણ એમના ટ્રસ્ટ તરફથી દાનનો અવિરત પ્રવાહ વહેતો મુકાતો હતો અને એનો પ્રચાર કરવામાં પણ એમને જરા પણ રસ નહતો. એમના ટ્રસ્ટ દ્વારા અનેક પરોપકારી કાર્યો થતાં રહ્યા છે.