કર્ણાટકના મંત્રીએ કેવું વિવાદિત નિવેદન કર્યું ? શું બોલ્યા ? વાંચો
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડુ રાવે ગુરુવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાવે કહ્યું કે સાવરકર બ્રાહ્મણ હોવા છતાં માંસાહારી હતા અને તેમણે ક્યારેય ગૌહત્યાનો વિરોધ કર્યો ન હતો. મંત્રીએ કહ્યું કે સાવરકર ઘણા મુદ્દાઓ પર આગળ વિચારતા હતા. એમણે પોતાની ઓળખ નોન વેજિટેરિયન તરીકે આપી હતી.
ગુંડુ રાવે કહ્યું કે બીજી તરફ મોહમ્મદ અલી ઝીણા એક અલગ પ્રકારના ઉગ્રવાદનું પ્રતિનિધિત્વ કરતા હતા, જો કે તેઓ ક્યારેય કટ્ટર ઈસ્લામવાદી નહોતા, કટ્ટરવાદી ન હતા.
રાવે કહ્યું કે એક રીતે, સાવરકર આધુનિકતાવાદી હતા, પરંતુ તેમના કટ્ટરપંથી વિચારો અલગ હતા. કેટલાક લોકો કહેશે કે તે બીફ ખાતા હતા અને બીફ ખાવાનો ઉપદેશ આપતા હતા. પરંતુ તેની વિચારસરણી અલગ હતી.
એમના આ વિધાનો સામે સાવરકરના પરિવારજનોએ નારાજી દર્શાવી છે અને ભાજપ દ્વારા વિરોધ કરાયો છે.