દેશમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેરળ પરત ફરેલા એક વ્યક્તિમાં મંકીપોક્સનું સંક્રમણ મળ્યું છે. સંક્રમિત વ્યક્તિ, યુએઈથી એર્નાકુલમ પરત ફર્યો હતો. તપાસમાં તે મંકીપોક્સ સંક્રમિત હોવાની પુષ્ટિ બાદ આઈસોલેટ કરી દેવાયો છે. એક ખાનગી હોસ્પિટલમાં પીડિતને દાખલ કરવામાં આવ્યો છે.
સેમ્પલની તપાસ અલપુઝા સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી લેબમાં કરવામાં આવી. સેમ્પલને જીનોમિક સીક્વેન્સિંગ માટે પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવી છે. આ રાજ્યમાં એમપોક્સનો બીજો અને દેશમાં આ વર્ષનો ત્રીજો મામલો છે.
ઓર્નાકુલમથી પહેલા મલપ્પુરમના એડવન્નાના 38 વર્ષીય વ્યક્તિમાં 18 સપ્ટેમ્બરે મંકીપોક્સની પુષ્ટિ થઈ હતી. જોકે, તેનું સંક્રમણ વાયરસના ક્લેડ 1બી સ્ટ્રેનના કારણે થયુ હતુ. આ સ્ટ્રેન, ડબ્લ્યૂએચઓ દ્વારા જાહેર પબ્લિક ઈમરજન્સી એલર્ટ હેઠળ આવે છે. તે બાદ તમામ જિલ્લામાં આઈસોલેશન સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. સાથે જ મોનિટરિંગ વધુ આકરી કરવામાં આવી.