અજમેરની દરગાહ શિવ મંદિર ઉપર બાંધવામાં આવી છે, ભોંયરામાં મહાદેવની છબી : હિન્દુ સેનાનો દાવો
અજમેરની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક દિવાની દાવો દાખલ કરાયો છે અને તેમાં એવો દાવો થયો છે કે અજમેર શહેરમાં આવેલી દરગાહ એક શિવ મંદિર ઉપર બનેલી છે. હિન્દુ સેના દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. આ બાબતે ચર્ચા પણ શરૂ થઈ છે. જો કે કોર્ટે આ દાવો ફગાવીને એમ ઠરાવ્યું હતું કે આ મામલો અમારા અધિકાર ક્ષેત્રમાં આવતો નથી.
કોર્ટ સમક્ષ એવી માંગણી કરાઇ છે કે અજમેર દરગાહ સ્થળને સંકટમોચન મહાદેવ બિરાજમાન મંદિર ઘોષિત કરવામાં આવે. આ સ્થળેથી ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવે. દરગાહ સમિતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાની દલીલ કરવામાં આવી છે.
હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા દ્વારા દાવો દાખલ કરાયો છે અને તેની સુનાવણી નહીં કરીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી. એવી માંગણી પણ કરાઇ છે કે દરગાહનું સર્વેક્ષણ પુરાતત્વ વિભાગ દ્વારા કરાવવું જોઈએ. અજમેર દરગાહમાં ખ્વાજા સાહેબની મઝાર છે.
એવી દલીલ કરવામાં આવી છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર છતની ડિઝાઇન હિન્દુ સંરચના જેવી દેખાય છે. તે બતાવે છે કે આ સ્થળ મૂળ રૂપમાં એક મંદિર હતું. છત્રીઓની સામગ્રી પણ એવી જ દેખાય છે. એવો કોઈ રેકોર્ડ નથી કે અજમેર દરગાહ કોઈ ખાલી જમીન પર બનાવવામાં આવી છે.