રાજકોટ,તા.5
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીનાં નામનું વધુ એક ફેસબુકનું ફેક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. અને તેમાં કોઈ યુઝરે જિલ્લા કલેકટરનાં નામે સામાન વેચવાની પોસ્ટ મૂકી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ બાબતે સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધાવી છે. કોઈએ ફેસબુક ઉપર તેના નામનું ખોટું એકાઉન્ટ બનાવ્યું છે અને તેમાં ‘મારી બદલી થઈ છે અને મારો સામાન વેંચવાનો છે’ તેવી ખોટી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.તાજેતરમાં પણ કોઈ અજાણ્યા યુઝરે કલેકટર જોશીનાં નામનું ફેક એકાઉન્ટ બનાવી ફેસબુક ઉપર મુકયું હતું. આથી અગાઉ પણ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી, ત્યાં ફરી એકવાર જોશીનાં નામે ફેક એકાઉન્ટ બનાવી પોસ્ટ વાયરલ કરવામાં આવતા ચકચાર જાગી છે.
Related Posts
બંગાળના સંદેશખાલી ઘટના અંગે સીબીઆઇ તપાસની માંગ
2 વર્ષ પહેલા
