જુગાર ક્લબની બાતમી આપ્યાની શંકાએ ત્રિપુટીનો વેપારી પર હુમલો
પીસીબીએ તાજેતરમાં પકડેલી
કુખ્યાત જુગારીએ તેના સાગરીતો સાથે મળી પોપટપરા પાસે વેપારીને ધોકાવી પૈસા પડાવી લીધા : પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટમાં પીસીબી પોલીસ દ્વારા થોડા દિવસ પૂર્વે જુગારી મોસીન મોટાણીની ચાલતી જુગાર ક્લબ પર દોરોડો પડ્યો હતો.ત્યારે આ જુગારની બાતમી આપ્યાનો ખાર રાખીને પોપટપરા દેવી હોલ પાછળ પરસાણાનગરના વેપારીને ત્રણ શખ્સોએ પાઈપથી હુમલો કરતાં વેપારીને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પ્ર. નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
વિગત મુજબ જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં-01 માં રહેતાં કમલેશભાઈ ઉર્ફે ટીંકુ ગોવિંદભાઈ નેબાણી (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત જુગારી મોશીન મોટાણી, સદામ અને જુબ્બેર ઉર્ફે રીંકુનું નામ આપી જણાવ્યું હતું કે, તે 150 ફુટ રીંગ રોડ પર ગોકુલ ધામ ખાતે કમલેશ સાયકલ સ્ટોર નામથી દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે.ગત તા.22 ના રાત્રીના સવા બારેક વાગ્યાની આસપાસ પોપટપરા દેવી હોલ પાછળ શેરીમા મોહસીને તેમને ફોન કરી બોલાવેલ અને તે ત્યા જતા મોહસીન મોટાણી અને જુબેર ઉર્ફે ટીન્કુ, સદામ ત્યાં હાજર હોય જેમાથી મોહસીને કહેલ કે, તે બાતમી આપી તા.20 ના જુગારની રેઇડ પડાવેલ છે તેમ કહીં ત્રણેય શખ્સોએ તેની પાસે રહેલ લોખંડના પાઈપથી હુમલો કરતાં વેપારીના હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ગાળો આપી સદામે તેમની પાસેથી બળજબરીથી રૂ.8200 લઇ લીધા હતાં.દરમિયાન સદામે અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.જેથી આ મામલે પ્ર.નગર પોલીસ દ્વારા ત્રણેય શખસો સામે ગુનો નોંધી તેઓની શોધખોળ કરી છે.