NAVRATRI SPECIAL : ગરબા ક્વિન કિંજલ દવેના નવરાત્રી લુક, આ રીતે આઉટફીટ બનાવવાથી મળશે ગોર્જિયસ લુક
નવરાત્રી નજીક આવી રહી છે તેમ લોકોની એક્સાઇટમેન્ટમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો અંહી નવરાત્રીની ધૂમ કઇંક અલગ જ હોય છે. એક મહિના પહેલા જ અહી નવરાત્રીની તૈયારીઓ શરૂ કરવામાં આવતી હોય છે અર્વાચીન ગરબીથી લઈને પ્રાચીન ગરબી અંહી જોવા મળે છે. ખાસ કરીને નવરાત્રીમાં ગરબે રમવા માટે અને અવનવા કપડાં પહેરવા માટે યુવતીઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે તેઓ અગાઉથી 9 દિવસ માટેના ચણિયા-ચોલી અને તેને અનુરૂપ મેચિંગ જ્વેલરી તૈયાર કરી લે છે. ત્યારે આજે આપણે કિંજલ દવે પાસેથી ગરબા આઉટફિટની ટિપ્સ લેશું
કિંજલ દવેના આ લૂકની તસવીરો બતાવી રહ્યું છે, જે તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. દેરક દિવસે કિંજલ દવે ખુબ સુંદર દેખાઈ રહી છે. તમે કિંજલ દવેના આઉટફિટ પરથી આઇડિયા લઈને તમારો આઉટફિટ રેડી કરી શકો છો