વિરમગામ પાસે અલીગઢના ઝુંપડામાં રહેતી 10 મહિનાની બાળકીને તાવ ઉધરસ થતા તેની તબિયત લથડી હતી ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાના બદલે બાળકીના પિતા તેણે સુરેન્દ્રનગર જિલ્લાના દશાળા ખાતે મંદિરે જોવડાવવા લઈ ગયા હતા અને ત્યાં મહિલાએ માસુમ બાળકીને ગરમ સળિયાના ડામ આપ્યા હતાં. જેથી તેની તબિયત લથડી હતી.ત્યારબાદ તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.વિરમગામ તાલુકાના અલીગઢ ના ઝૂંપડામાં રહેતા પ્રવીણભાઈ ચતુરભાઈ સુરેલા નામના શ્રમિક યુવાનની 10 મહિનાની દીકરી કોમલને ઘણા સમયથી તાવ ઉધરસ આવતી હતી. માસુમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાની બદલે તેના પિતા પ્રવીણભાઈ કોમલને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં મહિલાએ માસુમ બાળકીને ગરમ સળિયાના ડામ આપ્યા હતાં. ત્યારબાદ તેની તબિયત લથડી હતી.હાલ આ અંધશ્રદ્ધાનો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.
Related Posts
36.1 ડિગ્રી ! સમગ્ર રાજ્યમાં રાજકોટ હોટ…હોટ…
2 વર્ષ પહેલા
યુધ્ધ આપણને નડે છે : વિદેશી રોકાણકારો ડરી ગયા
2 વર્ષ પહેલા
