છોટાઉદેપુરના પૂર્વ સાંસદ ,ટ્રાઇફેડના અધ્યક્ષ અને ભાજપના દિગ્ગજ નેતા રામસિંહ રાઠવાના ભત્રીજા કુલદીપની શુક્રવારે મોડી રાત્રે બે શખ્સોએ ગોળીબાર કરી હત્યા કરી નાખતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટના ચૂંટણી સમયની અદાવતને કારણે બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શુક્રવારે રાત્રે શંકર રાઠવા અને રેવજી રાઠવા નામના બે શખ્સો મોટરસાયકલ પર આવ્યા હતા અને કુલદીપને વીંધી નાખ્યો હતો. ગ્રામ પંચાયતની ચૂંટણી સમયે કુલદીપ અને શંકર રાઠવા ને ઝઘડો થયો હોવાનું ખુલ્યું છે.
રામસિંહ રાઠવા એ બનાવ અંગે જણાવ્યું હતું કે આરોપી શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે અને તે કોઈ પણ ભોગે ચૂંટણી લડવા ઈચ્છતો હતો. પોલીસે આ હત્યા બારામાં પીપલડી ગામ નજીકથી શંકર રાઠવા ની ધરપકડ કરી નાસી છૂટેલા બીજા આરોપી રવજી રાઠવાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Related Posts
લોન ભરપાઈ ન કરતા અયોધ્યા પાર્કમાં મકાનની જપ્તી
1 વર્ષ પહેલા
