ચેસ ઓલિમ્પિયાડ: પુરુષ ટીમે અઝરબૈઝાન અને મહિલા ટીમે કઝાકિસ્તાનને હરાવ્યું
ડી.ગુકેશ અને અર્જુન એરિગેસીનું શાનદાર પ્રદર્શન
શાનદાર ફોર્મમાં રમી રહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપ ચેલેન્જર ડી.ગુકેશ અને અર્જુન એરિગેસીના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતીય પુરુષ ટીમે ૪૫મી ચેન ઓલિમ્પિયાડના પાંચમા રાઉન્ડમાં અઝરબૈઝાનને ૩-૧થી હરાવ્યું હતું. ગુકેશે અઈદિન સુલેમાની અને અર્જુને રઉફ મામેદોવને હરાવ્યો હતો. સળંગ પાંચમી જીત બાદ ભારતીય પુરુષ ટીમ ૧૦ પોઈન્ટ લઈને વિયેતનામ સાથે ટોચ પર છે.
વેિતનામે પોલેન્ડને ૨.૧, ૧.૫થી હરાવ્યું હતું. ચીને સ્પેનને અને હંગેરીએ યુક્રેનને ૨-૫, ૧-૫થી હરાવ્યું હતું. ટૂર્નામેન્ટના છ રાઉન્ડ હજુ બાકી છે.
વિમેન્સ કેટેગરીમાં ગ્રાન્ડમાસ્ટર ડી.હરિકાને બીબીસારા અસાઉબાયેવા વિરુદ્ધ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જ્યારે વંતિકા અગ્રવાલે અલુઆ નૂરમૈનને હરાવી. આ ઉપરાંત દિવ્યા દેશમુખે જેનિયા બાલાબાયેવા સામે ડ્રો રમી હતી. આર.વૈશાલીએ એમ.કમાલિદેનોવાને પરાજિત કરી હતી. વિમેન્સ ટીમ આર્મેનિયા અને મંગોલિયા સાથે ૧૦ પોઈન્ટ લઈને ટોચ પર છે.