વેલનાથપરામાં સગીરનો ફાંસો ખાઈ આપઘાત
શહેરમાં મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી સગીરાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.વિગત મુજબ મોરબી રોડ ઉપર આવેલા વેલનાથપરામાં રહેતી દેવુંબેન માનસિંગભાઈ પાણેચા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર એંગલમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટના અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક દેવુબેન પાણેચા એકના એક ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે.આ
