આજે નરેન્દ્ર મોદીના ભરચક કાર્યક્રમો
રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજી સમીક્ષા કરી
બે ટ્રેનને આપશે લીલીઝંડી, રીન્યુએબલ એનર્જી એક્સ્પો ખુલ્લો મુકશે
જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે જાહેરસભા અને આવાસયોજનાનું લોકાર્પણ
સતત ત્રીજી વખત વડાપ્રધાનપદે આરૂઢ થયા બાદ પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદી સોમવારે અનેક કાર્યક્રમોમાં હાજરી આપીને યોજનાઓનું લોકાર્પણ કરશે. આ પૂર્વે રવિવારે નરેન્દ્ર મોદી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતનાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને ગાંધીનગરના રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજરી આપી હતી. આ બેઠકમાં મંદિરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. આ પૂર્વે તેઓ વડસર પહોંચ્યા હતા અને ત્યાં એરફોર્સનાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સોમવારે નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. તેઓ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો, વંદેભારત મિત્રોને લીલીઝંડી આપશે. આ ઉપરાંત તેઓ મહાત્મા મંદિર ખાતે રીન્યુએબલ એનર્જી એક્સ્પોનું પણ તેઓ ઉદઘાટન કરવાના છે. તેઓ જી.એમ.ડી.સી. ખાતે એક જાહેરસભાને પણ સંબોધવાના છે. તેઓ ઔડા દ્વારા નિર્મિત આવાસ યોજનાનું લોકાર્પણ પણ કરવાના છે.