ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩થી ભારતને ૧૧૬૩૭ કરોડની `બમ્પર’ કમાણી
- પાછલા તમામ વર્લ્ડકપની કમાણીનો રેકોર્ડ તૂટ્યો
વોઈસ ઓફ ડે, નવીદિલ્હી
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક નાણાકીય રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે કમાણી મામલે ૨૦૨૩નો વન-ડે વર્લ્ડકપ ઈતિહાસની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ રહી છે. આ વર્લ્ડપથી ભારતની અર્થવ્યવસ્થામાં ૧.૩૯ બિલિયન અમેરિકી ડોલર મતલબ કે ૧૧૬૩૭ કરોડ રૂપિયા ઉમેરાયા છે.
આ વર્લ્ડકપનું આયોજન ૨૦૨૩માં ૫ ઑક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી થયું હતું. દિલ્હી, મુંબઈ, અને ચેન્નાઈ સહિત ૧૦ શહેરોમાં વર્લ્ડકપની મેચ રમાઈ હતી. આઈસીસી અને બીસીસીઆઈ દ્વારા વર્લ્ડકપમાં ડાયરેક્ટ રોકાણ કરાયું હતું. તેના ઉપરાંત રાજ્યોના ક્રિકેટ એસો.એ પણ અલ-ગઅલગ ક્ષેત્રોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં મોટું યોગદાન આપ્યું હતું. જો કે આઈસીસીએ એ સ્પષ્ટતા નથી કરી કે આ રકમ વર્લ્ડકપથી થયેલી સંપૂર્ણ કમાણીની જ છે.