દેશની હોસ્પિટલોને વધુ આધુનિક અને વધુ સફળ બનાવવા માટે કેન્દ્ર સરકાર તત્પર રહે છે પણ આ બધા પ્રયાસો છતાં દેશની કેટલીક હોસ્પિટલો ખુદ ગંભીર બીમારીનો શિકાર થયેલી છે તેવો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે. દિલ્હી એઇમ્સ સહિતની હોસ્પિટલો ગંભીર ખતરામાં છે. આ હોસ્પિટલોમાં સુપરબગ મળી આવ્યા છે. કેન્દ્ર સરકાર પણ ચોંકી ગઈ છે.
આઈસીએમઆર રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લખનૌ, દિલ્હી અને ચંદીગઢ સહિત દેશની 21 હોસ્પિટલોમાં ગંભીર સુપરબગ જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, ન્યુમોનિયા પછી દેશની 21 મોટી હોસ્પિટલોના ઓપીડી , વોર્ડ અને આઈસીયુમાં જોવા મળતો સૌથી ગંભીર સુપરબગ છે. ઓપીડીથી લઈને વોર્ડ અને આઈસીયુ સુધી આ સુપરબગ ફેલાઈ ગયો છે અને દર્દીઓ તથા બધા જ લોકો માટે જોખમ છે.
આઈસીએમઆરના એન્ટિમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ રિસર્ચ એન્ડ સર્વેલન્સ નેટવર્કના વાર્ષિક રિપોર્ટમાં આ સુપરબગનો ખુલાસો થયો છે. દેશની 21 જાણીતી હોસ્પિટલોમાં સુપરબગ કેટેગરીના ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા હતા, જે ઓપીડી વોર્ડ અને આઈસીયુમાં પણ હાજર છે.
આ એવી હોસ્પિટલો છે જ્યાં દેશની સૌથી મોટી વસ્તી સારવાર માટે આવે છે. જેમાં દિલ્હી એઈમ્સથી ચંદીગઢ પીજીઆઈ અને દિલ્હીની ગંગારામ હોસ્પિટલથી ચેન્નાઈની એપોલો હોસ્પિટલનો સમાવેશ થાય છે.