મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત : પોલીસ કાફલો ઘટના સ્થળે, અરબાઝ ખાન પણ ઘરે પહોંચ્યો
અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં, પોલીસને ત્યાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા ઘણા સમયથી બીમાર હતા.
મળતી વિગતો અનુસાર આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. આ સમાચાર બાદ મલાઈકા અરોરા મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ છે. હાલમાં અભિનેત્રીના પિતાના મૃતદેહને બાબા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
પૂર્વ પતિ અરબાઝ ખાન મલાઈકાના ઘરે પહોંચ્યો
આ સમાચાર આવતા જ મલાઈકા અરોરાનો પૂર્વ પતિ અરબાઝ ખાન અભિનેત્રીના ઘરે પહોંચી ગયો છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલાઈકા અરોરાના પિતાએ છઠ્ઠા માળની ગેલેરી પરથી કૂદીને આત્મહત્યા કરી છે. બાંદ્રા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. કહેવામાં આવી રહ્યું છે કે મલાઈકાના પિતા કેટલાક દિવસોથી બીમાર હતા.
મલાઈકા અરોરા ઘરે નહોતી
અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આજે સવારે તે પુણેમાં હતી. મલાઈકાને આ ઘટનાની જાણકારી મળતા જ તે તરત જ મુંબઈથી પુણે જવા રવાના થઈ ગઈ હતી. આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
માતાપિતાના વર્ષો પહેલા થયા હતા છૂટાછેડા
મલાઈકા અરોરાની પાછળ તેની બહેન અમૃતા અરોરા અને તેની માતા છે. જ્યારે મલાઈકા અરોરાના પિતા હિન્દુ હતા, જ્યારે તેની માતા કેરળની ખ્રિસ્તી હતી. જ્યારે મલાઈકા છ વર્ષની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા અને તે તેની માતા સાથે થાણેથી ચેમ્બુર રહેવા ગઈ. તેની માતાએ અભિનેત્રીનો ઉછેર કર્યો.