કંદહાર વિમાન અપહરણકાંડમાં નિર્ણયો લેવામાં અત્યંત ગંભીર ભૂલો થઈ હતી
નેટફ્લીક્સ સિરીઝના વિવાદ વચ્ચે રો ના તત્કાલીન વડા દુલાતની કબુલાત
વર્ષ 1999 માં કાઠમંડુ થી દિલ્હી જઈ રહેલ એર ઇન્ડિયાના વિમાનના અપહરણ અંગેની netflix ની ‘ IC 814: ધ કંદહાર હાઇજેક ‘ સિરીઝમાં બે અપહરણકર્તાઓના હિન્દુ નામ દર્શાવવા બદલ થયેલા વિવાદ વચ્ચે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ( રો) ના તત્કાલીન વડા એએસ દુલાતે એક ન્યુઝ ચેનલ સાથેના ઇન્ટરવ્યૂમાં આખો ઘટનાક્રમ તાજો કરી તે સમયે નિર્ણયો લેવામાં ભૂલ થઈ હોવાની કબૂલાત કરી હતી.
દુલાતે કહ્યું કે અમૃતસર વિમાની મથકે વિમાન ઉતર્યું ત્યારે તેને ભારતની હવાઈ સીમા બહાર જતું રોકી રાખવાની તક હતી પણ એક વખત વિમાન ઉપડી ગયું તે પછી અપહરણકર્તાઓની માગણી સ્વીકાર્યા સિવાય કોઈ છૂટકો નહોતો .
તેમણે કહ્યું,”આ વાત હું આ પહેલા પણ કહી ચૂક્યો છું અને ફરીથી કહી રહ્યો છું કે કોઈ નિર્ણય જ નહોતો લેવાયો. અમૃતસર વિમાની મથકે વિમાન 50 મિનિટ રોકાયું હતું. તેમ છતાં પંજાબ પોલીસ કે કેન્દ્રની સંસ્થાઓ તેનો લાભ ન લઈ શકી. ઘટનાના આટલા વર્ષો પછી હવે કોઈના ઉપર નામ જોગ દોષારોપણ કરવાનું યોગ્ય ન ગણાય.” તેમણે એ ભૂલો માટે પોતાને પણ જવાબદાર ગણાવ્યા હતા.
દુલાતે આ અપહરણ પાછળ પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઈએસઆઈ નો હાથ હોવાનો અને તેના પુરાવા પણ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે કંદહાર વિમાની મથકે ઘટનાના સાક્ષી એવા પાકિસ્તાનના પત્રકારે પણ આઈએસઆઈ નો હાથ હોવાની વાતને પુષ્ટિ આપી હતી.
પંજાબ પોલીસને છેક સુધી કેન્દ્રની સૂચના જ ન મળી
દુલાતે કહ્યું કે તેમણે અમૃતસર વિમાની મથકે વિમાન રોકાયું ત્યારે પંજાબના તત્કાલીન પોલીસવડા સરબજીત સિંઘ સાથે લાંબી ચર્ચા કરી હતી. પોલીસવડાના જણાવ્યા અનુસાર પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રકાશ સિંઘ બાદલ અમૃતસરમાં કોઈ રક્તપાત નહોતા ઇચ્છતા. કેન્દ્ર પણ તે નહોતું ઇચ્છતું. સરબજીત સિંઘે કહ્યું હતું કે તેઓ વિમાનમાં ઘૂસવા માટે તૈયાર હતા પરંતુ તેને કારણે કેટલી જાનહનીવથાય તેનો કોઈ અંદાજ નહોતો. પંજાબના પોલીસવડાએ સત્તાવાર રીતે કહ્યું હતું કે કેન્દ્ર તરફથી સૂચના મળી હોત તો તેમણે જરૂર પગલાં લીધા હોત. તેઓ કેન્દ્રની સૂચનાની રાહ જોતા હતા પરંતુ વિમાન ઉપડી ગયું ત્યાં સુધી સુધી કેન્દ્ર તરફથી કોઈ સૂચના જ નહોતી મળી.
નેટફ્લિક્સે સત્ય જ દેખાડ્યું છે: વિમાનના પ્રવાસી યુગલે ઘટનાક્રમ તાજો કર્યો.
નેપાળથી દિલ્હી જઈ રહેલા એ વિમાનમાં 26 યુગલો હનીમૂન માણીને પરત ફરી રહ્યા હતા. તે પૈકીના રાકેશ અને પૂજા કટારીયાએ અપહરણનો ઘટનાક્રમ વર્ણવ્યો હતો. તેમણે કહ્યું કે અપહરણકર્તાઓ મુસ્લિમ હતા પરંતુ તેઓ કોડનેમ નો ઉપયોગ કરતા હતા અને તેમાંથી બે અપહરણકર્તાઓના નામ ભોલા અને શંકર હતા. પૂજા કટારીયા એ કહ્યું કે આ નામ નેટફ્લિક્સે નથી આપ્યા. અપરણકર્તા એ જ નામનો ઉપયોગ કરતા હતા અને નેટફ્લીકસે માત્ર સત્ય જ દેખાડ્યું છે.
‘ ડોક્ટર ‘ એ ઇસ્લામને હિન્દુ ધર્મ કરતા સર્વ ગણાવ્યો હતો
પૂજા કટારીયા કહ્યું કે વિમાનનું અપહરણ થયા ની જાહેરાત કરવામાં આવી ત્યારે અમને કાંઈ સમજાયું નહોતું. એ વખતે હાઈજેક શબ્દ બહુ ચલણમાં નહોતો. અમે માનતા હતા કે ખંડણીની રકમ સ્વીકારીને છોડી દેવામાં આવશે. આ ઘટના સાત દિવસ સુધી લંબાશે તેવી અમને કલ્પના પણ નહોતી. તેમણે વિમાનની અંદરની વાતો પણ કરી હતી. ડોક્ટરના નામે ઓળખાતા અપહરણ કરતા એ પ્રવાસીઓને ત્રણ વખત સંબોધન કર્યું હતું. તેણે કહ્યું હતું કે હિન્દુ ધર્મ કરતા ઇસ્લામ ધર્મ વધારે સારો છે તેમ કહી બધાને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેવાનો અનુરોધ કર્યો હતો.તેમની વાત સાંભળીને એવું લાગતું હતું કે બધું સમૂસુતરું પર ઉતરી જશે પરંતુ 30 તારીખ ના રોજ ડોક્ટરે કહ્યું હતું કે તમારી સરકાર કાંઈ કરતી નથી અને હવે અમારે તમને એક પછી એક મારી નાખવાનું શરૂ કરવું પડશે. આ બધા વચ્ચે બર્ગરના નામે ઓળખાતા અપહરણકર્તાએ પૂજાની સાલ પર પોતાના હસ્તાક્ષર સાથે લખી આપ્યું હતું,” ટુ માય ડિયર સિસ્ટર એન્ડ હર હેન્ડસમ હસબન્ડ- બર્ગર 30/12/1999″