શેરબજારમાં ફરી તેજીની રોનક, સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો
મુંબઈ શેરબજારમાં સળંગ બે દિવસની મંદી બાદ આજે ફરી તેજીનો વળાંક આવી ગયો હતો. હેવીવેઈટ સહીતનાં શેરોમાં ધુમ લેવાલીથી સેન્સેકસમાં 500 પોઈન્ટનો ઉછાળો નોંધાયો હતો. શેરબજારમાં આજે માનસ તેજીનું બન્યુ હતું. વિશ્ર્વ બજારનાં પોઝીટીવ અહેવાલો તથા વેચાણ કાપણીની અસર હતી. સીપ્લામાં નવો ઉંચો ભાવ થયો હતો. એચડીએફસી બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, નેસલે, રીલાયન્સ, ટીસીએસ, ટેક મહિન્દ્રા,લ્ટ્રાટ્રેક સીમેન્ટ, ભારતી એરટેલ, વીપ્રો ઉંચકાયા હતા.ટાટા મોટર્સ, સ્ટેટ બેંક, બજાજ ઓટો ભારત પેટ્રો, એનટીપીસીમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાઈને 65740 હતો તે ઉંચામાં 65787 તથા નીચામાં 65387 હતો.નીફટી 140 પોઈન્ટ વધીને 19530 હતો.