રાજકોટ જિલ્લામાં હજુ પણ બે સ્ટેટ હાઇવે સહિત 10 માર્ગો બંધ
સમગ્ર રાજ્યમાં 22 સ્ટેટ હાઇવે અને 459 પંચાયત હસ્તકના માર્ગો બંધ
રાજકોટ : સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાઈ જતા હજુ પણ 22 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 459 માર્ગો બંધ છે ત્યારે રાજકોટ જિલ્લામાં પણ હજુ બે સ્ટેટ હાઇવે ઉપરાંત 8 પંચાયત માર્ગ મળી કુલ 10 માર્ગો બંધ હોવાનું સામે આવ્યું છે.
જન્માષ્ટમીના તહેવારોમાં જ સતત ત્રણથી ચાર દિવસ સુધી વરસેલા ભારે વરસાદને કારણે રાજ્યમાં 36 હાજર કિલોમીટરથી વધુ લંબાઈના રસ્તાને નુકશાન થયું છે ત્યારે વરાપ નીકળ્યાના ચાર દિવસ બાદ પણ હજુ રાજ્યના 22 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 459 માર્ગો બંધ છે. બીજી તરફ રાજકોટ જિલ્લામાં પણ હજુ 2 સ્ટેટ હાઇવે અને 8 પંચાયત વિભાગ હસ્તકના રસ્તા બંધબ હોવાનું ડિઝાસ્ટર મેન્જમેન્ટ વિભાગના આંકડા જણાવી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં રસ્તાના ધોવાણ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારી કે.એન.ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં ઉપલેટા તાલુકામાં મોજ ડેમ નજીક આવેલ સ્ટેટ હાઇવે તેમજ ઉપલેટા -પાટણવાવનેં જોડતો માર્ગ ડેમેજ થતા નુકશાન પહોંચ્યું હોવાથી હાલમાં બંધ હોવાનું તેમને જણાવ્યું હતું.