ઓગષ્ટમાં ઓટીટી પ્લેટફોર્મ પર વેબસીરીઝ ફિલ્મોનાં મનોરંજનની ધોધમાર વર્ષા થશે
‘ચુના’, ‘ધી હન્ટ ફોર વીરપ્પન’, ‘કમાન્ડો’, ‘તાલી’, ‘ધી કશ્મીર ફાઈલ્સ અનરિપોર્ટેડ’ ધૂમ મચાવવા તૈયાર
મુંબઈ: ઓગસ્ટ મહિનામાં ઓટીટી પ્લેટફોર્મ મનોરંજનનો વરસાદ ધોધમાર વરસી પડશે વેબસીરીઝ અને ફિલ્મોનાં અવનવા આકર્ષણો આવી રહ્યા છે.
ચુના: જીમી શેરગીલ આ વેબસીરીઝમાં એક નેતાના પાત્રમાં છે.3 ઓગસ્ટથી આ વેબસીરીઝ નેટ ફિલકસ પરથી પ્રસારીત થશે.
ધી હન્ટ ફોર વિરપ્પન: આજથી જ આ ક્રાઈમ બેઝડ સીરીઝ નેટ ફિલકસ પર પ્રસારીત થશે. આ સીરીઝ કુખ્યાત ચંદન ચોર વીરપ્પન પર બની છે.
દયા: ડિઝની હોટસ્ટાર પરથી આજે આ સીરીઝ રિલીઝ થશે.આ સિરીઝની કથા એક રિપોર્ટરનાં મીસીંગ રિપોર્ટથી શરૂ થાય છે. દયાની જીંદગી ત્યારબાદ કેવી બદલે છે તેની કથા આધારીત આ સીરીઝ છે.
ઓન્લી મર્ડર્સ ઈન ધી બીલ્ડીંગ-3: ડીઝની હોટસ્ટાર પર આ વેબસીરીઝ 8 ઓગસ્ટે પ્રસારીત થશે આ વેબસીરીઝ અંગ્રેજી ભાષામાં છે.એક મર્ડરની તપાસ પર આ સીઝન આધારીત છે.
ધી જેંગાબુરૂ કર્સ: સોની લીવ પર આ સીરીઝ 9 ઓગસ્ટે રીલીઝ થશે તેની કથા જલવાયું પરિવર્તન આધારીત છે.
મેડ ઈન હેવન સીઝન-2: આ સીરીઝ એમેઝોન પ્રાઈમ પર 10 ઓગસ્ટે આ સીરીઝ રિલીઝ થશે. તેની કથા વેડીંગ પ્લાનરની આજુબાજુ ઘુમે છે. આ ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ પર ‘કમાન્ડો’ ફિલ્મ ડીઝની હોટસ્ટાર પર તા.11 મી ઓગસ્ટે રજુ થશે. 11 મી ઓગસ્ટે ઝી-5 પર ધી કશ્મીર ફાઈલ્સ અન રિપોર્ટડ રીલીઝ થશે.તાલી વેબસીરીઝ 15 ઓગસ્ટે જીયો સીનેમા પર પ્રસારીત થશે.જયારે ડેપ વર્સીસ હર્ડ ફિલ્મ નેટ ફિલકસ પર 16 ઓગસ્ટે રીલીઝ થશે.