રાજકોટ : લોધીકા તાલુકામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાની અંગે સમીક્ષા કરાઈ
- પ્રાંત અધિકારીના અધ્યક્ષ સાથે બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિ બાદ હાલના વરસાદી વિરામના સમયમાં જિલ્લામાં જાહેર આરોગ્યની જાળવણી અને લોકોને થયેલ નુકસાનીના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ગ્રામ્યના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીના અધ્યક્ષસ્થાને લોધિકા તાલુકાના લાઈન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભારે વરસાદને કારણે દરેક ડિપાર્ટમેન્ટના કાર્યક્ષેત્રમાં થયેલ નુકસાની તેમજ ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં તા. 25 ઓગસ્ટથી 3 દિવસ થયેલ અતિવૃષ્ટિના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. તંત્ર દ્વારા લોકોને ખડેપગે રહી તમામ સેવાઓ પહોંચાડવા આવી હતી. અસરગ્રસ્તોને સુરક્ષિત આશ્રય સ્થાન, ભોજન તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં લોધીકા તાલુકામાં વ્યાપક વરસાદને કારણે ખેતીને પણ નુકશાન પહોંચ્યું હોય સર્વે બાદ જ નુકશાનીનો સાચો આંકડો બહાર આવશે.
