Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્રને ઝાટકતી હાઇકોર્ટ

Thu, August 29 2024

ચાર ઇંચ વરસાદ પણ તમારા માટે પડકાર ઉભા કરે છે અને ૧૧ ઇંચમાં તો સીસ્ટમ ફેઈલ
રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે સુનાવણી દરમિયાન બે ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા

ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને લીધે મોટાભાગના રસ્તા ધોવાઈ ગયા છે અને મગરની પીઠ કરતા પણ ખરાબ થઇ ગયા છે. રસ્તાની આવી હાલતને લીધે વાહન ચાલકો પરેશાન છે અને પોતાની વ્યથાનો પડઘો અખબારો અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી પાડી રહ્યા છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આ લાગણીનો પડઘો પાડ્યો હતો અને સરકારી તંત્રની ટીકા કરી હતી. હાઇકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે જોઈએ છીએ કે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. ચાર જેટલો વરસાદ પણ પડકાર ઉભા કરે છે અને ૧૧ ઇંચ વરસાદ આવે તો સીસ્ટમ ફેઈલ થઇ જાય છે.

હાઇકોટે કહ્યું હતું કે, વરસાદી પાણીનાં નિકાલનું યોગ્ય આયોજન હોવું જોઈએ..અત્યારે વરસાદ પડે એટલે સર્વત્ર પાણી ભરાઈ જાય છે. ગત વરસે કચ્છ અને જુનાગઢમાં પાણી ભરાયા હતા અને આ વખતે અમદવાદ અને વડોદરામાં પાણી ભરાયા છે. અમે ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કેટલાક દ્રશ્યો જોયા છે.

વાસ્તવમાં ગુરુવારે ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના કારણે ઉદભવેલ ટ્રાફિક સમસ્યાને લઈને કન્ટેમ્ટ પિટિશન પર સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાનો ઉલ્લેખ થયો હતો. કોર્ટે ટકોર કરી કે અત્યાર સુધી રસ્તે રખડતા ઢોર મામલે 60 ઓર્ડર થયા છતાં પણ કોઈ ઉચિત કામગીરી ના જોવા મળતા ગૃહ વિભાગમાં સંબંધિત અધિકારીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. આ મામલામાં અગાઉની સુનાવણીમાં સરકારની પેરવી કરતા અધિકારીએ કહ્યું હતું કે ગુજરાત જ નહિ અન્ય રાજ્યોમાં પણ આવું થાય છે. વકીલની ઝાટકણી કાઢતાં જજે કહ્યું કે વકીલ દર અઠવાડિયે મીઠું મીઠું બોલીને ગોળીઓ પીવડાવે છે એટલે ઉચ્ચ અધિકારીઓને બોલાવવાની ફરજ પડી.

રખડતા ઢોર મામલે હાઈકોર્ટમાં ચાલતી સુનાવણીમાં કોર્ટના આદેશ બાદ આજે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એમ. કે. દાસ તથા અર્બન હાઉસિંગ અને ડેવલોપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી અશ્વિનીકુમારે હાજરી આપી હતી.

કોર્ટે ઉપસ્થિત થયેલ બંને સરકારી અધિકારીઓને ટકોર કરતાં કહ્યું કે વારંવાર રોડ તૂટતા જોવા મળે છે એટલે રોડ ઉપર રોડ બનાવવાના બદલે જૂનો રોડ કાઢીને નવો રોડ બનાવવામાં આવે. કેમકે એક વખત રોડ પર પાણી ભરાય એટલે તે ખરાબ થઈ જાય છે. કોર્ટ ફક્ત વાતો નહીં પરંતુ ઉચિત કામગીરી પર ભાર મૂકે છે. આ કામગીરી તમામ જિલ્લાઓમાં પણ કરવામાં આવે તેવી કોર્ટની અપેક્ષા છે.

હાઈકોર્ટે રખડતા ઢોર અને ટ્રાફિક સમસ્યા મામલે રાજ્ય સરકારના અધિકારીઓને ફટકાર લગાવતા કહ્યું કે આ મામલે અરજી થયાના 5 વર્ષ પછી પણ સ્થિતિની ‘જેમ’ ને ‘તેમ’ છે. આ સમસ્યા દૂર કરવા અન્ય રાજ્યોનું ઉદાહરણ આપવાના બદલે કામગીરી કરવામાં આવે તો સમસ્યા હલ થાય. સરકાર પાસે પૂરતા માણસો ના હોય તો તે તેમની સમસ્યા છે. પ્રત્યેક સુનાવણીમાં એકનું એક બહાનું કાઢી છટકી જવાના પ્રયાસ થાય છે. કોર્ટે કહ્યું કે હવે સમય બગાડયા વગર લોખંડી પંજાથી કામગીરી કરાશે. જવાબદારોને કોર્ટમાં બોલાવવા લાગીશું તો જ કામ થશે.

Share Article

Other Articles

Previous

 રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે ૧૦૩ લોકોને રેસ્ક્યુ કરાયા

Next

દુષ્કર્મ, ખૂન, અપહરણ સહિતના ગુનામાં વર્ષોથી ફરાર ત્રણ પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

દુશ્મનોની ખેર નથી, ભારતે સુપરસોનિક બ્રાહ્મોસ મિસાઇલના નવા વર્ઝનનું કર્યું પરીક્ષણ
નેશનલ
2 વર્ષ પહેલા
યુપીના બહેરાઈચમાં હિંસા યથાવત : રાત્રે એક ધાર્મિક સ્થળમાં તોડફોડ અને આગ લગાડવામાં આવી, હજુ પણ ભારે તંગદિલી
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
રશિયાની જેલમાં શું બનાવ બન્યો ? કેટલાના મોત થયા ? વાંચો
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
નવા વર્ષના એક દિવસ પહેલા ઇઝરાયલ પર હુમલાની શરૂઆત : યમન તરફથી બેલેસ્ટિક મિસાઈલો ફેકાઈ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર