તુર્કીની સંસદમાં છુટ્ટા હાથની મારામારી, કેટલાક ઘાયલ
સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યોએ મુક્કાબાજીના દાવ બતાવ્યા
કાગડા બધે જ કાળા હોય છે તે કહેવત રાજકારણીઓ વારંવાર સાચી પુરવાર કરતાં રહે છે. તુર્કિની સંસદમાં આવું જ કાઈક બન્યું હતું અને બધા મોઢામાં આંગળા નાખી ગયા હતા. સંસદમાં ખૂબ હોબાળો થયો હતો. સત્તા પક્ષ અને વિપક્ષી સાંસદોની વચ્ચે મારામારી થઈ હતી. લાત અને મુક્કાના દાવ રમાયા હતા.
વીડિયો ફૂટેજમાં શાસક પક્ષ એકેપી પાર્ટીના સાંસદ અહમત સિકને લેક્ચરમાં મુક્કો મારવા માટે દોડતાં અને ડઝન અન્ય લોકો મારામારીમાં સામેલ થતાં નજર આવી રહ્યાં હતા. છુટ્ટા હાથની મારામારીમાં મહિલાઓ પણ ઘવાઈ હતી.
જેલમાં કેદ એક વિપક્ષી સાંસદ પર આકરી ચર્ચા દરમિયાન સત્તા અને વિપક્ષનો અંદરોઅંદર વિવાદ શરૂ થયો હતો. શાસકીય પાર્ટીને આતંકવાદી સંગઠન કહેનાર વિપક્ષી સાંસદ સિકને એકેપી સાંસદોમાંથી એકે મુક્કો મારી દીધો હતો. આ સાથે ડઝન સાંસદ મારામારી કરવા લાગ્યા હતા. અમુકે બીજાને રોકવાનો પ્રયત્ન કર્યો. આ ઝઘડામાં એક મહિલા સાંસદને ઈજા પહોંચી હતી. તેનાથી સ્પીકરના મંચની સફેદ સીડીઓ પર લોહીના છાંટા પણ જોવા મળ્યા હતા.
2013માં કથિતરીતે રાષ્ટ્રવ્યાપી ગીઝી પાર્ક વિરોધ પ્રદર્શનનું આયોજન કરીને સરકારને ઉખાડી ફેંકવાનો પ્રયત્ન કરવાના આરોપમાં અટલેને 2022માં 18 વર્ષની સજા સંભળાવાઈ હતી. અટલે ગયા વર્ષે મે માં વર્કર્સ પાર્ટી ઓફ ટર્કી (ટીઆઈપી)નું પ્રતિનિધિત્વ કરવા માટે સંસદ માટે પસંદ કરવામાં આવ્યા હતાં. મારામારીમાં વિપક્ષના એક સભ્ય પણ ઘાયલ થયા હતા.