શેરબજારમાં ફરી તેજી : સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળ્યો
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ સેશનમાં વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં તેજી જોવા મળી હતી હતી. સેન્સેક્સ 820 પોઇન્ટ ઊછળી 812 પોઇન્ટ ઊછળીને 79,705.91ના મથાળે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 248 પોઇન્ટ ઊછળીને 24,368ની સપાટીએ બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટી 328 પોઇન્ટ વધીને 50,485 પર બંધ થયો હતો. મિડકેપ 493 પોઇન્ટ વધીને 57,174એ બંધ થયો હતો.રોકાણકારોની સંપત્તિમાં આશરે 4.42 લાખ કરોડનો વધારો થયો હતો. અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં સેન્ટિમેન્ટ તેજીતરફી થયું હતું.
BSE એક્સચેન્જ પર કુલ 4006 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2332 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1571 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 103 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 247 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 30 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટે પહોંચ્યા હતા.