અનામત ક્વોટામાં ફેરફાર કરવાનું કોઈ આયોજન નથી
સુપ્રિમ કોર્ટે માત્ર સુચન કર્યું છે અને વિપક્ષ ભ્રમ ફેલાવે છે
ભાજપના સાંસદોએ વડાપ્રધાનને આવેદનપત્ર આપી કરી રજૂઆત
કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પત્રકારોને આપી માહિતી
સુપ્રિમ કોર્ટે એસ.સી.અને એસ.ટીના અનામત ક્વોટામાં પણ ક્વોટા લાગુ કરવાની મંજુરી આપી છે પરંતુ કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર અનામત ક્વોટામાં ફેરફાર નહી કરે તેવી સ્પષ્ટતા ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ કરી છે. તેમણે કહ્યું છે કે, ભાજપના **SC/ST સાંસદો સંસદ ભવનમાં **PM મોદીને મળ્યા અને ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત નિર્ણયને આપણા સમાજમાં લાગુ ન કરવો જોઈએ તેવી માગણી કરતું મેમોરેન્ડમ સોંપ્યું. પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે.
ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાં ક્વોટામાં ક્વોટા આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે. ત્યારે આ ચુકાદા મામલે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાંસદોએ શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. અને એક મેમોરેન્ડમ પણ સોંપ્યું.
વિનોદ ચાવડાના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને તેમને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે. તેમણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે કેન્દ્ર કે રાજ્યની કોઈપણ સરકાર અનામત બાબતમા કોઈ ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી નથી. સુપ્રીમ કોર્ટનું માત્ર આ સૂચન છે તેના અમલવારી કરવા અંગે કોઈ વિચારણા નથી. કોંગ્રેસ અનામત દૂર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે. વિપક્ષ **SC-ST વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ ખંડન કર્યું હતું.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાં ક્વોટામાં ક્વોટા આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે. રાજ્ય સરકારોને ક્વોટાની અંદર ક્વોટાની મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો તેમની ઈચ્છા અને રાજકીય મહત્વાકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકતા નથી. જો આમ થશે તો તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.
