૧ કિલો વજનને કારણે મેડલ ચૂકી મીરાંબાઈ
મીરાંબાઈ ચાનૂએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા પરંતુ દૂર્ભાગ્યવશ તે વધુ એક ઓલિમ્પિક મેડલથી માત્ર એક કિલોગ્રામ પાછળ રહી ગઈ હતી. મીરાંબાઈએ કુલ ૧૯૯ કિલો વજન ઉંચકીને ચોથું સ્થાન હાંસલ કર્યું હતું જેના કારણે તે મેડલ મેળવી શકી ન્હોતી. તેણે ૨૦૦ કિલોથી વધુ વજન ઉંચકવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તે સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું ન્હોતું. ટોક્યો ઓલિમ્પિક-૨૦૨૦ની સિલ્વર મેડલ વિજેતા મીરાંબાઈએ પેરિસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એશિયન ગેમ્સમાં તેને ઈજાને કારણે ચાર મહિના સુધી બહાર થવું પડ્યું હતું આમ છતાં તેણે પોતાની તૈયારીમાં કોઈ કમી રાખી ન્હોતી.
