મહારાષ્ટ્રમાં વકફના મેદાન પર આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનશે
સરકારે નિર્ણય લીધો : વકફ એક્ટમાં સુધારા બાદ કામ ચાલુ થશે
કેન્દ્ર સરકાર વકફ એક્ટમાં મોટા પાયે સુધારો કરવા માંગે છે અને આ બાબતે રાજકીય હુંસાતુંસી પણ શરૂ થઈ છે. સંસદમાં આ સુધારા પાસ થાય તે પહેલા જ મહારાષ્ટ્ર સરકારે પોતાની ભાવિ યોજનાઓ અંગે માહિતી આપી દીધી હતી.કઈ જમીન પર શું બનવાનું છે તે બારામાં પ્લાનિંગ શરૂ થઈ ગયું છે.
મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ બુધવારે એવી માહિતી આપી હતી કે વકફ એક્ટમાં સુધારા બાદ છત્રપતિ સંભાજીનાગરમાં વકફ બોર્ડની માલિકીના મેદાન પર આંતરરાષ્ટ્રીય સ્તરનું ફૂટબોલ સ્ટેડિયમ બનાવવામાં આવશે. આ પ્રકારની યોજના બની રહી છે.
એક અધિકારીએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે આ માટેનો નિર્ણય લેવાઈ ગયો છે અને હવે તેના પર કામગીરી શરૂ કરવા માટેની યોજના બનાવાઇ રહી છે. જિલ્લા કલેકટર આ માટેનો પ્રસ્તાવ ખેલ મંત્રાલયને સોંપી દેશે અને એમને આદેશ આપી દેવાયો છે.
