અમેરિકાએ પણ હસીના માટે દરવાજા બંધ કર્યા
અમેરિકી તંત્રે એમનાં વિઝા કેન્સલ કરી દીધાની જાહેરાત
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે શેખ હસીના ઉતાવળે ભારતના હિંડન એરપોર્ટ પર પહોંચી ગયા. હાલ હસીના સેફ હાઉસમાં છે. આ દરમિયાન અમેરિકાએ પણ શેખ હસીના માટે પોતાના દરવાજા બંધ કરી દીધા છે. અમેરિકાએ શેખ હસીનાના યુએસ વિઝા કેન્સલ કરી દીધા છે એટલે કે તે અત્યારે અમેરિકા પણ જઈ શકે તેમ નથી.
ધ બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ કર્યા છે કે નહીં. આ અટકળો વચ્ચે, બાંગ્લાદેશમાં યુએસ એમ્બેસીના પ્રવક્તા લિયોનાર્ડ હિલે મંગળવારે બપોરે માહિતી આપતા કહ્યું કે વ્યક્તિગત વિઝા રેકોર્ડ્સ પર જાહેરમાં ચર્ચા કરી શકાતી નથી. તેમણે કહ્યું કે અમેરિકી કાયદા હેઠળ વિઝા રેકોર્ડ ગોપનીય છે. તેથી, અમે કોઈની સાથે વ્યક્તિગત વિઝા બાબતોની વિગતોની ચર્ચા કરતા નથી.
એવું માનવામાં આવે છે કે બાંગ્લાદેશની પૂર્વ પીએમ શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન બાંગ્લાદેશ અને અમેરિકા વચ્ચેના સંબંધો સારા નહોતા, જેના કારણે તે હવે સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ દરમિયાન શેખ હસીનાએ મિલિટરી બેઝ બનાવવા માટે ટાપુ અમેરિકાને આપવાનો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો.