યુટ્યુબર અને બિગ બોસ ઓટીટી 2 વિજેતા એલ્વિશ યાદવ અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેમની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. તે પહેલાથી જ કોબ્રા કાંડમાં ફસાયેલો છે. આ કેસમાં તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મામલો હજી પૂરો થયો ન હતો ત્યારે એલ્વિશ બીજી નવી મુશ્કેલીમાં મુકાયા છે. તેની સામે વારાણસીમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ચાલો જાણીએ શું છે આ નવો મામલો.
મંદિરમાં ફોટો પાડવાને લઈને શરુ થઇ બબાલ
એલ્વિશ યાદવેશુક્રવારે (26 જુલાઈ) વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના પ્રતિબંધિત વિસ્તારમાં તેણે ફોટો પડાવ્યો. જ્યારે તે જગ્યાએ ફોટોગ્રાફીની મંજૂરી નથી. સોશિયલ મીડિયા પર એલ્વિશ યાદવની તસવીર સામે આવતાની સાથે જ ફરિયાદીઓ તેની ફરિયાદ કરવા માટે જિલ્લા મુખ્યાલયમાં પોલીસ અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા. આ અંગે વકીલ ફરિયાદીઓએ પોલીસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ પછી પોલીસે પણ તપાસનું આશ્વાસન આપ્યું છે. કેસની તપાસ ડીસીપીને સોંપવામાં આવી છે.
વારાણસીની મુલાકાતે નીકળેલા એલવીશે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા. પરંતુ આ દરમિયાન તેણે સ્વર્ણ શિખર પાસે તેનો ફોટો ક્લિક કરાવીને નવો વિવાદ સર્જ્યો હતો. બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિખર સાથે તેમની તસવીર વાયરલ થતા જ કેટલાક લોકો નારાજ થઈ ગયા હતા. કારણ કે આ વિસ્તાર પ્રતિબંધિત રેડ ઝોન વિસ્તાર છે અને ત્યાં ફોટોગ્રાફી પણ પ્રતિબંધિત છે. વકીલો વારાણસી જિલ્લા મુખ્યાલય સ્થિત જોઈન્ટ પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઈમ ઓફિસ પહોંચ્યા અને એલ્વિશની આ કાર્યવાહી સામે ફરિયાદ કરી.
એલ્વિશ સામે વકીલના આક્ષેપો
ફરિયાદી વકીલ પ્રતીક સિંહે કહ્યું કે એલ્વિશ યાદવ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો વ્યક્તિ છે. તે બાબા કાશી વિશ્વનાથના પ્રતિબંધિત વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો અને ફોટો પડાવ્યો? આ બાબતની તપાસ થવી જોઈએ અને ફોટો પડાવનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કારણ કે જ્યાં ફોટો લેવામાં આવે છે તે જગ્યા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે, જ્યાં પેન પણ લઈ શકાતી નથી, ત્યાં ફોટોગ્રાફી કેવી રીતે થઈ શકે?
આ કેસમાં વારાણસીના પોલીસ હેડ ક્વાર્ટર અને ક્રાઈમના જોઈન્ટ કમિશનર ડૉ. કે. એજીલરસને કહ્યું કે આ સમગ્ર મામલે કેટલાક લોકો તરફથી ફરિયાદો મળી છે. જે બાદ તપાસ જ્ઞાનવાપી સુરક્ષા ડીસીપીને સોંપવામાં આવી છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. કાશી વિશ્વનાથ મંદિરમાં દરરોજ પહોંચતા વીઆઈપી લોકોની ફોટોગ્રાફી પર જોઈન્ટ પોલીસ કમિશનર વારાણસીએ કહ્યું કે આવા આરોપો ન લગાવો, ચારે બાજુ કડક સુરક્ષા વ્યવસ્થા છે.