કેજરીવાલને ફરી શું લાગ્યો ફટકો ? વાંચો
દિલ્હી લિકર પોલિસી કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી લોકલ કોર્ટ દ્વારા ગુરુવારે લંબાવવામાં આવી હતી. આ ઉપરાંત, ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને બીઆરએસ નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી પણ રાઉઝ એવન્યુ કોર્ટે 31 જુલાઈ સુધી લંબાવી હતી.
અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, બીઆરએસ નેતા કવિતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા. જ્યારે રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 8 ઓગસ્ટ સુધી વધારી દીધી હતી. સીબીઆઇ કેસમાં અરવિંદ કેજરીવાલ પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા હતા.
આ પહેલા કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલો અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી કોર્ટમાં તેમના વતી હાજર થયા હતા, જ્યારે સીબીઆઇ વતી સરકારી વકીલ ડીપી સિંહે કોર્ટમાં તેમની દલીલો રજૂ કરી હતી.