ઑટોમોબાઇલ સેક્ટર માટે કઈ નહીં પણ ઇલેક્ટ્રિક વાહનો માટે ફોકસ
બેટરીના ઉત્પાદન માટેની સામગ્રી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો
નિર્મલા સીતારમણે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું અને પોતાના બજેટ ભાષણમાં ઓટોમોબાઈલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો ન હતો. નાણામંત્રીએ FAME III વિશે પણ કંઈપણ ઉલ્લેખ કર્યો ન હતો. ભારત સરકાર ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણ પર ખૂબ ભાર મૂકી રહી છે અને આ માટે પગલાં પણ લીધા છે.
ઇલેક્ટ્રિક વાહનો પર સરકારનું ધ્યાન
ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણ માટે સરકારે લિથિયમ, કોપર અને કોબાલ્ટ પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. આનાથી દેશમાં લિથિયમ-આયન બેટરીના ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળશે. લિથિયમ આયન બેટરીના ઉત્પાદનમાં લિથિયમ અને કોબાલ્ટ સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે. આ તત્વો પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનને યોગ્ય દિશા આપશે.
આ બજેટ 2024-25 માં, દેશમાં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહન આપવા અને આ વાહનોના મહત્તમ ઉત્પાદન માટે, ઓટો ઉદ્યોગ માટે લાવવામાં આવેલા કુલ બજેટમાંથી લગભગ અડધા રૂપિયા, 2,671 કરોડ આ વાહનો માટે રાખવામાં આવ્યા છે.
